Site icon Revoi.in

વેક્સિન લીધા પછી 97 ટકા લોકોએ કોવિન એપ પર સકારાત્મક પ્રતિક્રિયા આપી – સ્વાસ્થ્ય મંત્રાલય

Social Share

દિલ્હીઃ-દેશમાં 16મી જાન્યુઆરીથી ઐતિહાસિક રસીકરણનુ અભિયાન ચાલી રહ્યું છે, પ્રથમ તબક્કામાં ફ્રંડવર્કરોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશભરમાં 63 લાખ લોકોએ અત્યાર સુધી વેક્સિન લીધી છે, જેમાં વિતેલા દિવસને મંગળવારના રોજ દેશના 35 રાજ્યોમાં 3 લાખ લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે.

મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે વેક્સિન લીધા પછી 97 ટકા લોકોએ કોવિન એપ પર સંતુષ્ટ અનુભવ શેર કર્યો છે, કોવિન એપ પર 7.75 લાખ લોકોએ વેક્સિન લીધા બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે.

બીજી તરફ, એનઆઈટીઆઈ આયોગના સભ્ય, ડો,વી.કે.પૌલે કહ્યું છે કે ટૂંક સમયમાં લોકોને એવા લોકો વિશે માહિતી આપવામાં આવશે કે જેમને કોઈ રોગના કારણે રસી અપાવામાં પ્રાથમિકતા આપવામાં આવી છે. આ લોકોની પસંદગી માટે કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે.

આ સમિતિની ભલામણોના આધારે, નિર્ણય લેવામાં આવશે કે જો કોઈ વ્યક્તિને પહેલેથી જ કોઈ બિમારી છે, તો તેને વેક્સિન અપાવવા માટે કેવી રીતે માન્ય કરી શકાય., કોવિન એપ્લિકેશન પર નોંધણી દરમિયાન, દર્દીને તેના રોગથી સંબંધિત દસ્તાવેજો બતાવવાના હોઈ શકે છે, જેના આધારે તેને રસી માટે પ્રાધાન્યતા પર મૂકવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ મામલે માહિતી આપી છે કે દેશના 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં 65 ટકાથી વધુ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. જેમાં 11 રાજ્યો છે કે જ્યાં 40 ટકાથી ઓછા આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. આમાંથી છ રાજ્યોમાં આ આંકડો 30૦ ટકાથી ઓછો છે. આ રાજ્યોને રસીકરણમાં સુધારો કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

સાહિન-