મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને દુબઈથી ભારત લાવવામાં આવ્યો
- પંજાબનો મોસ્ટ વોન્ટેડ આંતકી દુબઈથી ડુપોર્ટ કરાયો
- સુખ બિકરીવાલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીસાથે સંકળાયેલ હતો
- આઈએસઆઈ સાથે મળીને તે અનેક કામ કરતો
દિલ્હીઃ- સમગ્ર દેશમાં આતંકી વિરુદ્ધ અનેક કાર્વાહીઓ કરવામાં આવી રહી છે, આ સાથે જ દેશને આ કાર્યમાં ઘણા સફળતાઓ પણ મળી રહી છે, ત્યારે રહવે ખાનગી એજન્સીઓ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આજરોજ મોટી સફળતા આતંકી મામલે પ્રાપ્ત થયેલી જોવા મળી છે, મળતી માહિતી પ્રમાણે સંયુક્ત આરબ અમીરાતના શહેર દુબઈથી પંજાબના મોસ્ટ વોન્ટેટ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલ ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાનનો આતંકી સુખ બિકરીવાલ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળીને કામ કરતો હતો. આતંકી સુખ બિકરીવાલ પર પંજાબમાં એક પછી એક ટાર્ગેટ કિલિંગ કરવાનો આરોપ લાગ્યા છે. આ સાથે જ આ આતંકી સુખ બિકરીવાલ પર પંજાબમાં શૌર્યચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યાનો મોટો આરોપ છે. તેથી વિશેષ કે પંજાબની નાભા જેલ બ્રેકમાં પણ આ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલ સામેલ હતો ત્યારે હવે તેને પકડવામાં આવ્યો છે જે એક મોટી સફળતા છે.
ઉલ્લેખનીય છે કે, આતંકી છેલ્લા ઘણા સમય.થી ભારતમાંથી ભાગી ગયો હતો અને દુબઈ રહેતો હતો,ભારત સરકાર દ્રારા તેને પાછો લાવવાના સતત પ્રયત્નો ચાલુ હતા . સાઉદી સરકાર સાથે ભારતની પ્રત્યાર્પણ સમજૂતી થઇ છે એના અન્વયે સુખને પાછો લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. હવે ભારતીય ગુપ્તચર વિભાગ સુખની આકરી પૂછપરછ કરશે અને પંજાબમાં આવા કેટલાક સક્રિય રહેલા ખાલિસ્તાની લોકો અંગેની નક્કર માહિતી પ્રાપ્ત કરી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હીમાં 5 આતંકીઓને દબોચ્યા હતા. જેમની પૂછપરછમાં સુખ બિકરીવાલનું નામ પણ બહાર આવ્યું હતું છેવટે હવે તેની ભારતીય ગુપ્ત એજન્સી થકી સખ્ત પુછપરછ કરવામાં આવશે, આ પુછપરછ દરમિયાન અનેક બીજા નામો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સાહિન-