Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9,875 નવા કેસો , એક્ટિવ કેસો 77 હજારથી પણ વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો સતત વધતા જોવા મળી રહ્યો છે કોરોનાના દૈનિક કેસો હવે રોજેરોજ 8 હજારથી વધુ જોવા મળી રહ્યા છે ત્યારે હવે છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત 9 હજારને પાર કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 5 દિવસથી સતત 12 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા હતા

જો છેલ્લા 24 કાલકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન દેશમાં 9 હજાર 875 કેસ સામે આવ્યા છે. તે જ સમયે, સાજા થનારા દર્દીઓ પણ 50 ટકાથી વધુ છે છેલ્લા 24 કલાક દરમિયાન 7 હજાર 254 દર્દીઓ સાજા થયા છે,

જો આ સમય દરમિયાન કોરોનાના દર્દીઓના મૃ્તયું ની વાત કરીએ તો  17 દર્દીઓના મોત થયા છે. જો કે હવે દેશમાં સક્કરિય કેસોનો આંકડો વધીને 75 હજારને પાર થી ચૂક્યો છે.હાલમાં આપણા દેશમાં કુલ સક્રિય કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ 77 હજારને વટાવી ગઈ છે.

દેશના રાજ્ય કેરળમાં સૌથી વધુ 2 હજાર 786 કેસ છે. મહારાષ્ટ્ર 2,354 નવા સંક્રમિત સાથે બીજા નંબરે છે. અહીં દેશભરમાં લગભગ ચોથા ભાગના કોરોના સંક્રમિત મળી આવ્યા છે. વિતેલા દિવસે 12 હજાર 700થી વધુ કેસ નોંધાયા ગહતા એટલે કે કાલની સરખામણીમાં આજના કેસની સંખ્યા વધુ જોવા મળે છે.