આ વર્ષે પ્રજાસત્તાક દિવસે માત્ર 4 હજાર પાસની યોજના – બોર્ડર પર ફરજિયાત ઓળખ પત્ર સાથે ચેકિંગ હાથ ધરાશે
- પ્રજાસત્તાક દિવસે માત્ર 4 હજાર પાસનું વિતરણ
- બોર્ડર પર ઓળખકાર્ડ સાથએ ચેકિંગ હાથ ધરાશે
દિલ્હીઃ-આ વર્ષ દરમિયાન 26 જાન્યુઆરી પરેડમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે ,કોરોના મહામારી અને ખેડૂત આંદોલનને કારણે આ યોજાનારી પરેડના માત્ર ચાર હજાર પાસ સામાન્ય લોકોને વેચવામાં આવશે. આ સાથે જ આ વખતે પાસ અને ઓળખકાર્ડ નવી દિલ્હીની બોર્ડર પર ફરજિયાત બતાવવાના પણ રહેશે, પાસ ખરિદતી વખતે પણ ઓળખકાર્ડ બતાવવું ફરજિયા છે.
આ સાથે જ પાસની ખરીદી કરતી વખતે પરિચય પત્ર પણ ફરદિયાત હોવો જોઈએ. ખેડૂત આંદોલનને કારણે આ વર્ષના પ્રજાસત્તાક દિને નિમિત્તે ઓળખ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકો ઓળખ કાર્ડ બતાવ્યા પછી જ ટિકિટ ખરીદી શકે છે. બીજી તરફ, દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે કહ્યું છે કે, દિલ્હી પોલીસ જવાનોએ તેમની હિમ્મત બનાવી રાખવી જોઈએ.
નવી દિલ્હી જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે સુરક્ષા એજન્સીઓ સહિત તમામ એજન્સીઓની બેઠકો 26 જાન્યુઆરીની તૈયારીઓ સંદર્ભે શરૂ થઈ ચૂકી છે. આ બાબતે દરેક દિવસે બેઠક યોજાઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયે દિલ્હી પોલીસને માહિતી આપી છે કે આ વખતે ફક્ત 25 હજાર લોકોને પરેડમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.
આ પાસમાંથી ચાર હજાર પાસ સામાન્ય લોકોને વેચવામાં આવશે. ગૃહ મંત્રાલયને ત્રણ હજાર પાસ આપવામાં આવશે. બાકીના પાસ સંરક્ષણ મંત્રાલયના નેતાઓ અને વીઆઇપીને આપવામાં આવશે.
આ વખતે, ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને, નિર્ણય લેવામાં આવ્યો છે કે પરેડના પાસ ખરીદનાર સામાન્ય માણસને ઓળખ કાર્ડ બતાવવું ફરજિયાત રહેશે. ઉપરાંત, જ્યારે તે 26 જાન્યુઆરીએ કાર્યક્રમ જોવા માટે આવે છે, ત્યારે પણ તે જ ઓળખ કાર્ડ હોવું જોઈએ જે પાસ ખરીદતી વખતે બતાવવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસના આ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને, આ વખતે નવી દિલ્હીની સીમાઓ સંપૂર્ણપણે સીલ થઈ જશે. પરેડમાં જતા લોકોનું ચુસ્ત ચેકિંગ કરવામાં આવશે.
સાહિન-