સીએમ યોગી ગોરખપુરમાં સૌથી ઉંચો ત્રિરંગો લહેરાવશે: 15 કિલોમીટરના અંતરથી પણ દેખાશે
- સીએમ યોગી સૌથી ઉંચો ધ્વજ ફરકાવશે
- 246 ફૂટ ઉંચો હશે ત્રિરંગો
- 15 કિલોમીટરના અંતરથી પણ દેખાશે
- સીએમ દિવ્યાંગોને ટ્રાઇસાઇકલની આપશે ભેટ
કાનપુર: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે રામગઢ તળાવ વિસ્તારમાં રાજ્યનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. 246 ફૂટ ઉંચો ત્રિરંગો ગોરખપુરના આકર્ષણનું એક વધુ કેન્દ્ર બનશે. આ રાષ્ટ્રધ્વજની વિશેષતા એ હશે કે, તે 15 કિલોમીટરના અંતરથી પણ દેખાશે.
મુખ્યમંત્રી યોગી રામગઢ તળાવમાં ઘાટના પ્રવેશદ્વાર અને બુદ્ધ દ્વારનું ઉદ્દઘાટન પણ કરશે. સીએમ મંગળવારથી શરૂ થનારા બે દિવસીય ગોરખપુર મહોત્સવના સમાપન સમારોહના મુખ્ય અતિથિ પણ રહેશે. સીએમ યોગી દિવ્યાંગોને મોટરચાલિત ટ્રાઇસાઇકલની પણ ભેટ આપશે.
નોંધપાત્ર વાત એ છે કે, ઉદ્યોગપતિ અમર તુલસીયાને ગોરખપુર વહીવટની પરવાનગી મળ્યા બાદ ડિસેમ્બર 2017 માં ઉચ્ચ ધ્વજ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી રાજ્યનો સૌથી ઉંચો ત્રિરંગો ગાઝિયાબાદમાં છે, જે 211 ફુટ ઉંચો છે. ગોરખપુરમાં ધ્વજ 246 ફૂટ ઉંચો છે, જે 540 ચોરસફૂટના ક્ષેત્રમાં ફેલાયેલો હશે.
આ દરમિયાન ગોરખપુર મહોત્સવ વિશે વાત કરતા વિભાગીય કમિશનર જયંત નરલીકરે કહ્યું કે, કોરોના મહામારીને કારણે આ વર્ષે બોલિવૂડ કલાકારોને આમંત્રણ અપાયું નથી. આ વર્ષે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવશે. મહોત્સવના ઉદ્દઘાટન સમારોહમાં પર્યટન મંત્રી નીલકંઠ તિવારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, અને તે દિવસે સાંજે ખાદી ફેશન શો યોજાશે.
-દેવાંશી