આજથી અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ સીબીએસઈના વિદ્યાર્થીઓની શાળા શરુ – ઘોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ભણશે હવે ઓફલાઈન
- લાંબા સમયગાળા બાદ અમદાવાદની સીબીએસઈની શાળઆઓ ખુલી
- આજથી શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણશે
- ઘોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ભણશે ઓફલાઈન
અમદાવાદઃ-સમગ્ર કોરોનાકાળને લઈને લાંબા ,મયથી અનેક સેવાઓ બંધ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને શાળાઓ પણ બંધ રખાઈ હતી ત્યારે હવે દેશમાં સ્થિતિ સામાન્ય થતા જ સમગ્ર દેશભરના અનેક રાજ્યોમાં ઘીરે ઘીરે વર્ગમાં શિક્ષણ કાર્ય શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
હવે કારોના મહામારીની ગતિ ઘીમી પડતા ગુજરાતના અમદાવાદ શહેર માં કુલ 40 જેટલી સીબીએસઇ સ્કૂલો માં આજથી શિક્ષણ કાર્ય વલર્ગખંડમાં શરુ કરવામાં આવી રહ્યું છે,જો કે તમામ લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, શાળાએ આવતા વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન થાય તે માટે કોઈ પણ વાલીને કેમ્પસમાં પ્રવેશીઆપવામાં નથી આવી રહ્યો
જો કે હાલ દરેક વાલીઓ પોતોના બાળકોને જાતે જ શાળાએ મૂકવા આવી રહ્યા છે. તમામ સ્કૂલોમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન ક્લાસ પણ એક સાથે જ શરુ કરવામાં આવશે. જેથી ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેનો પ્રભાવ પડશે નહી.
કોરોનાકાળમાં છેલ્લા 10 મહિનાથી શિક્ષણ કાર્યા ઓનલાઈન કરવામાં આવ્યું હતું અને શાળઆઓ બંધ કરાઈ હતી ત્યારે હવે લાંબા સમય બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની હલનચનલ જોવા મળશે. આ સાથે જ હજુ પણ અનેક સાવચેતી રાખવામાં આવી રહી છે, જેથી હાલ તો ક્લાસના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાનું રહેશે અને વિદ્યાર્થીઓનો શાળામાંથી છૂટવાના જુદા રહેશે.
સાહિન-