વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. બીજી તરફ ભાજપ દ્વારા બંગાળમાં ચૂંટણી પ્રચાર વધારે તેજ બનાવી દેવામાં આવ્યો છે. દરમિયાન તા. 23મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેમજ વિવિધ કેન્દ્રીય યોજનાઓનું ખાતમૂર્હુત કરશે. આ ઉપરાંત આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ પશ્ચિમ બંગાળમાં ધામા નખીને પ્રચાર કરશે.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. તેમજ દેશની જનતાની નજર પણ આ ચૂંટણી ઉપર મંડાયેલી છે. ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈને મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ આગામી તા. 23મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. આ ઉપરાંત 30 અને 31મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળના પ્રવાસે જાય તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં હિંસના બનાવોમાં થયેલા વધારાને પગલે વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેને લઈને ભાજપ દ્વારા મિશન બંગાળને વધારે તેજ બનાવવામાં આવ્યું છે.