દેશની રાજધાનીમાં ગણતંત્ર દિવસનો નજારો હશે અલગ – ઓછા મહેમાન સાથે ઉજવાશે દેશભક્તિનો પર્વ
- રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવનો નઝારો દર વર્ષ કરતા જુદો
- ઓછા મહેમાનો સાથે ઉજવાશે આ પર્વ
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાકાળએ ઘણું બધુ બદલ્યું છે, શઆળાઓ બંધ અનેક જાહેર સ્થળો બંધ, ત્યારે હવે દેશમા સ્થિતિ સામાન્ય થતા અનેક પાબંધિોમાંથી છૂટછાટ તો મળી ચૂકી છે જો કે તે છંત્તા અનેક પર્વની ઉજવણીમાં મોટા ભાગે ફેરફાર થયેલા જોવા મળી રહ્યા છએ, ત્યારે હવે આ વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કંઈક દર વર્ષ કરતા જુદી જોવા મળશે.
આ વર્ષે કોરોના મહામારીના કારણે ગણતંત્ર દિવસનો નજારો અલગ જ જોવા મળે તો નવાઈ નહી હોય. રાજપથ પર વાર્ષિક ગણતંત્ર દિવસ પરેડમાં કોરોના મહામારી સાથે જ ખેડૂત આંદોલનના કારણે દર્શકો અને પ્રદર્શનીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
દર્શકોની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો જાવા મળશે- નર્યાદીત સંખ્યા 25 હજાર
આ સાથે જ ગણતંત્ર દિવસની તૈયારીઓમાં જોતરાયેલા લોકો પાસેથી જાણકારી મળતા મુજબ દર વર્ષ દરમિયા દેશભક્તિના આ પર્વમાં ૧ લાખથી વધુ લોકોની સંખ્યા એકઠી થતી હોય છે, જો કે આ સંખ્યામાં આ વખતે 25 ટકા જ જોવા મળેશે,એટલે કે 25 હજાર લોકોની સંખ્યા વચ્ચે આ વર્વ ઉજવાશે.આશરે ૨૫ હજાર લોકોને રાજપથ પર પરેડ જોવાની મંજુરી મળશે. આ સાથે જ સામાન્ય જનતાને માત્ર 4 હજાર પાસની જ વેહચણી કરવામાં આવશે.
15 વર્ષથી વધુ અને 65 વર્ષની નાની વયના લોકોને પરેડ જોવાની મંજુરી અપાશે
આ સાથે જ સુરક્ષા ચુસ્ત રાખવામાં આવશે,ખેડૂત આંદોલનના કારણે ખાસ ધ્યાન આપવામાં આવશે,ગણતંત્ર દિવસ પરેડ જોવા માટે દર્શકો માટે પાસ અથવા ઇન્ડિયા ગેટ લોનમાં આવેલા ખુલ્લા સ્ટેન્ડીંગ વિસ્તારમાં આ વખતે કોઇ સામાન્ય વ્યક્તિને આવવાની મંજુરી આપવામાં આવશે નહિ. જ્યાં ભવ્ય પરેડ જોવા માટે દર વર્ષે હજારો લોકો ભેગા થતા હોય છે,મળતી માહિતી પ્રમાણે આ વરપ્ષ દરમિયાન ફકત ૧૫ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછા વય ધરાવતા લોકોને જ પરેડ જોવાની પરવાનગી આપવાની યોજના બનાવાય છે.
પરેડનું અતંર પણ ઘટાડવામાં આવ્યું
ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થતી સશસ્ત્ર દળો અને અર્ધસૈનિક દળોની ટુકડીઓનું કદ પણ નાનુ રાખવામાં આવશે, દરેક એન્ટ્રીપોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવામાં આવશે, સાથે જ ડોકટર અને હેલ્થ વર્કર પણ ઉપસ્થિત રહેશે. સેનેટાઇઝર ફેસ માસ્ક અને ગ્લોવ્સની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે,. આ વર્ષે ત્રણ રક્ષા બળો અને શસ્ત્ર પ્રણાલિઓ અને અર્ધસૈનિકબળોના સમુહોને માર્ચ કરતી મુખ્ય પરેડ લાલ કિસ્સા સુધી પહોંચવાની જગ્યાએ ઇન્ડિયા ગેટ પર જ સમાપ્ત થઇ જશે.
સાહિન-