સવારે મીઠા લીમડાનો રસ કાઢીને જો તેનું સવેન કરવામાં આવે તો અનેક બીમારીઓ થાય છે દૂર
સામાન્ય રીતે કડવા લીમડાનો ઓષધી ગુણોથી આપણે વાકેફ છીએ પરંતુ શું તમે જાણો છો મીટો લીમડાના વધાર સિવાય પણ ઘણા એવા ઉપયોગ છે જે આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે, આ સાથે જ વાળ માટે પણ લીમડો ઉપયોગી સાબિત થાય છે.
આ સાથે જ અનેક રીતે મીઠો લીમડો ઉપયોગી સાબિત થાય છે.મીઠા લીમડાને ઘણી જગ્યાએ કઢી લીમડો કે કઢી પત્તા કરીકે પણ ઓળખવામાં આવે છે.ખરા અર્થમાં તે પણ કોઈ ઔષધિથી કમ નથી હોતાં ખાસ કરીને તેનો રસ જો સવારે ખાલી પેટે એક કપ જેટલી માત્રામાં પીવામાં
મીઠા લીમડાનો રસ શરીરને કઈ રીતે ઉપયોગી છે અને કેવા પ્રકારની બિમારીઓ સામે લડી શકે છે ચાલો જાણીએ, મીઠા લીમડામાં વિટામીન એ, બી, સી અને ઇ પ્રાપ્ત ભરપુર પ્રમાણમાં મળી રહે છે.આ સાથે જ લીમડામાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર જેવા પોષકતત્ત્વો પણ રહેલા હોય છે. તેથી વિશેષ લીમડામાં એમિનો એસિડ, નાયસિન, ફ્લાવોનોઇડ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા સ્ત્રોત પણ મળી આવે છે.
વિટામીન-એ ની કમીને લીધે રતાંધળાપણું આવે છે અને આંખોની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે. મીઠા લીમડાથી તે દૂર થાય છેમીઠા લીમડામાં રહેલા કાર્બોજોલે એલ્કલોઇડ્સમાં ઝાડાને બંધ કરવાની ક્ષમતા ધરાવે છે.મીઠા લીમડાના પાનનો લેપ ચહેરા પર લગાવવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે
મીઠા લીમડાના તેલમાં હાજર રહેલા ગુણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે.મીઠા લીમડાના સેવનથી લોહીમાં રહેલું કોલેસ્ટ્રોલને ઘટે છે. મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી વજન વધવાનો ખતરો ઘટે છે.ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે મીઠા લીમડો ઉપયોગી નુવડે છે