1. Home
  2. ગુજરાતી
  3. કોરોના બાદ હવે ચીનમાં ફેલાયો નવો સ્વાઇન ફિવર, 1000થી વધારે સુઅર સંક્રમિત
કોરોના બાદ હવે ચીનમાં ફેલાયો નવો સ્વાઇન ફિવર, 1000થી વધારે સુઅર સંક્રમિત

કોરોના બાદ હવે ચીનમાં ફેલાયો નવો સ્વાઇન ફિવર, 1000થી વધારે સુઅર સંક્રમિત

0
Social Share
  • કોરોના વાયરસ બાદ હવે ચીનમાં વધુ એક નવી બીમારી ફેલાઇ
  • હવે ચીનમાં ફેલાઇ રહ્યો છે સ્વાઇન ફિવર
  • આ ફિવરથી ચીનમાં 1000થી વધારે સુઅર સંક્રમિત

બીજિંગ: વર્ષ 2020માં કોરોના વાયરસ અને પછી કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો ટળ્યો નથી ત્યાં ચીનમાં એક નવી બીમારી ફેલાઇ રહી છે. આ બીમારીનું નામ સ્વાઇન ફિવર બતાવવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફિવરથી ચીનમાં 1000થી વધારે સુઅર સંક્રમિત છે. ચીન વિશ્વના માંસનો સૌથી મોટો વિક્રેતા છે. આવામાં આ બીમારીના ફેલાવાથી મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરાઇ છે. સ્વાઇન ફિવર આફ્રિકન સ્વાઇન ફિવરનું નવું રૂપ છે જે ચીનમાં જોવા મળી રહ્યું છે. આ ફિવરે ચીનના સુઅરોને સંક્રમિત કર્યા છે.

રોયટર્સ અનુસાર કંપનીના ચીફ સાયન્સ ઓફિસર યાન ઝિચુને કહ્યું છે કે આફ્રિકન સ્વાઇન ફિવરના સ્ટ્રેનથી સંક્રમિત સુઅરો મરી રહ્યા નથી. આ એ પ્રકારનો ફિવર નથી જે વર્ષ 2018 અને 2019માં ચીનમાં ફેલાયો હતો. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લાયસન્સ વગરની વેક્સિન સુઅરોમાં લગાવવાના કારણે આ વાયરસ ફેલાયો છે.

સુઅરોમાં આ વાયરસ ફેલાયા પછી ચીનની ઘણી પોર્ક ઉત્પાદક કંપનીઓ દ્વારા સુઅરોને મારવામાં આવ્યા છે. જેથી આ ફિવર બાકી સુઅરોને સંક્રમિત કરી ના શકે. જાણકારોનું કહેવું છે કે સુઅરોમાં નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ શકે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code