ઓડિશાઃ- ભૂનેશ્વરના લિંગરાજ મંદિર પાસે ખોદકામ દરમિયાન 10મી સદીના મંદિરના અવશેષો મળ્યા
- ઓડિશામાં 10મી સદીના પ્રાચીન મદિરના પુરાવા મળઈ આવ્યા
- ભુનેશ્વર લિંગરાજ મંદિર પાસેના ખોદકામમાં મળ્યા પુરાવા
દિલ્હીઃ-ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિરની નજીક ખોદકામ કરતા દરમિયાન 10 મી સદીના પ્રાચીન મંદિરના પુરાવા મળી આવ્યા છે. આ મંદિર ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા કરવામાં આવતી ખોદકામની કામગીરીમાં મળી આવ્યું છે.
લિંગરાજ મંદિરના એકમરા વિસ્તારના હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ પુરાતત્ત્વીય વિભાગ દ્વારા સમગ્ર મંદિરની ખોદકામ કામગીરી અને બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આમાં, 10 મી સદીના મંદિરના અવશેષો મળી આવ્યા છે. ખોદકામમાં એક શિવલિંગ મળી આવ્યું છે, જેના આધાર પર પત્થરની મીનાકારીગરી કરવામાં આવી છે.
સોમા વંશના શાસન દરમિયાનનું મંદિર હોવાનું અનુમાન
પુરાતત્વીય વિભાગનું આ અંગે માનવું છે કે સમગ્ર મંદિર સંકુલ પંચાયતી મોડેલ પર બનાવવામાં આવ્યું હતું, જ્યાં મુખ્ય મંદિર ચારે બાજુથી સહાયક મંદિરોથી ઘેરાયેલું છે. એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સોમા વંશના શાસન દરમિયાનનું જ આ એક મંદિર છે.
ખોદકામમાં કરતી વખતે કેટલીક મંદિરોના દિવાલોના અવશેષો મળી આવ્યા છે જેના પર કેટલાક શિલ્પ બનાવવામાં આવ્યા છે અને તેના પર કોતરકામ પણ કરવામાં આવ્યું છે. આ શિલ્પો અગાઉ તોડી પડાયેલી સંસ્કૃત કોલેજના પરિસરમાં દફનાવવામાં આવી હતી. પુરાતત્ત્વ વિભાગે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખોદકામ કર્યું છે જેથી શિલ્પોના ભાગને વધુ નુકસાન ન થાય.
સાહિન-