- અમદાવાદ પાસે મુલાકાત લેવા જેવા ક્ટલાક સ્થળો
- વિકેન્ડમાં લઈ શકો છો આ સ્થળોની મુલાકાત
અમદાવાદમાં ઠંડીનું જોર તો જામ્યું જ છે પરંતુ સાથે સાથે હવે શિવરાત્રી અને ત્યાર બાદ હોળી-ઘુળેટી જેવા તહેવારોનું આગમન થશે, તહેવારોમાં બાળકોને માતા-પિતા સાથે ફરવાની મજા આવતી હોય છે, આ તહેવારોની એક બે રજાના દિવસોમાં ઘરે રહેવા કરતા ઓછા ખર્ચામાં અને અમદાવાદની આજુ બાજુમાં એક દિવસનું પિકનિકનું આયોજન આપણે કરી શકીએ છીએ.
અમદાવાદની પાસે જ કેટલાક સ્થળો એવા છે કે જ્યા આપણે એક બે રજાઓમાં ફરવા જઈ શકીએ છીએ તો ચાલો મારીએ એક લટાર આવા કેટલાક પીકનિક પોઈન્ટ પર, જ્યા તમે તમારા બાળકો સાથે સારો એવો સમય પસાર કરી શકો છો અને વિકેન્ડની ખૂબ મજા પણ લઈ શકો છો.
અમદાવાદની આજુ બાજુ એવા તો કેટલા સ્થળો છે કે જ્યા આપણે એક દિવસ પિકનિકનું પ્લાન કરી શકીએ,તો ચાલો આજે આપણે જોઈએ અમદાવાદથી 100 થી 150 કિલો મીટરના અંતરે આવેલા ફરવા લાયક કેટલાક સ્થળો જેમાં ધોધ,જંગલો અને કેમ્પસાઈટ ધરાવતા વિસ્તારોની મુલાકાત લઈશું.
વિજય નગર પાસે આવેલા પોળોના જંગલ – વિજયનગર એક દિવસની પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે.જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ 3 થી 4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય સોમાચું ગણવામાં આવે છે. ચોમાસામાં પ્રકૃતિ અહી સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે.
થોર – અમદાવાદથી ખૂબજ નજીક કે જ્યા સવારથઈ સાંજનું પિકનિકનું આયોજન આપણે કરી શકીએ છીએ, અમદાવાદથી માત્રને માત્ર 25 કિમીના અંતરે આવેલું આ સ્થળ મનમોહક છે. થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે.
ઓરસંગ કેમ્પ રિસોર્ટ – અમદાવાદથી 164 કિમીની દુરીએ આવેલો ઓરસંગ કેમ્પ રિસોર્ટ ગામડામાં આવેલી કેમ્પ સાઈટ છે,જે વડોદરા જીલ્લામાં 125 એકરમાં ફેલાયેલ કેમ્પ સાઈટ રિસોર્ટ છે.વડોદરાથી માત્ર 57 કિલો મીટરની દુરી આવેલો આ રિસોર્ટ સુંદરતાનો નજારો છે.અહી કેમ્પ સાઈટ આવેલી છે.
આ કેમ્પ સાઈટમાં વધુ પ્રમાણમાં એક્ટિવિઝ છે જેથી કરીને બાળકોને અહી વધુ મજા આવી શકે છે,જીપ લાઈન,બબલ બાઉન્સ,કાયાકિંગ,સ્વિંગ ઝમ્પ,ટાયર ટમ્બલ,કીડ્ઝ એડવેન્ચર ઝોન,સ્કાય વોક,રોપ વોક,ઝઈગ ઝેગ,કોમ્પ્લિમેન્ટરી નોટ,બર્મા બ્રિઝ,મેક બ્રિઝ,સ્વિમિંગ પુલ,મીસ્ટ પોનેડ,મિનિ ડી.જે,ફ્લાઈંગ ફોક્સ,ફ્લાય ઈન એર,મિનિ ટાયર એક્ટિવિટિઝ,સ્વિંગ બ્રિઝ,ટાયર વોક-વોક ઈન એટ ટાયર,જંગલ ટ્રેકિંગ જેવી નેક એક્ટિવિટિઝ થાય છે.
ઝાઝંરી ઘોઘ – ઝાંઝરી અમદાવાદથી અંદાજે 70 કિ.મી દુર આવેલ છે. દહેગામ-બાયડ હાઈવે રસ્તાથી 5 કિ.મી દુર આવેલ છે. ઝાંઝરી ડાભા ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. કુદરતી નૈસગિક સૌંદર્યતા ધરાવતી આ જગ્યાએ પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડે છે, આ નયનરમ્ય દ્રશ્ય જોવા લાયક છે જે પ્રવાસીઓ માટે આર્કષણનું કેન્દ્ર છે.
સાહિન-