મૂળ ભારતીય અમેરિકન ભવ્યા લાલને નાસાએ ચીફ ઓફ એક્ટિંગ સ્ટાફ તરીકે ઘોષિત કર્યા
- નાસાની કમાન ભારતીય મૂળની ભવ્યા લાલને
- એજન્સીની કાર્યકારી પ્રમુખ બનાવામાં આવી
- એજન્સીમાં થયેલા ફેરફારોની રાખશે દેખરેખ
દિલ્લી: ભારતીય-અમેરિકન ભવ્યા લાલને 1 ફેબ્રુઆરીએ નાસા દ્વારા અમેરિકી અંતરિક્ષ એજન્સીના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ભવ્ય લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસાના ફેરફાર અંગેની સમીક્ષા ટીમના સભ્ય છે, અને તે બાઇડેન પ્રસાશન હેઠળ એજન્સીમાં થયેલા ફેરફારોની દેખરેખ રાખે છે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લાલને એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો વિશાળ અનુભવ છે. લાલએ અંતરિક્ષ ટેકનોલોજી અને નીતિ સમુદાયના સક્રિય સભ્ય પણ છે.
ભવ્યા લાલે પરમાણું વિજ્ઞાનમાં બેચલર અને સાયન્સ અને માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી મેળવી છે, તો મૈસાચુસેટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ પોલિસીમાં માસ્ટર ઓફ સાયનસની ડીગ્રી લીધી છે. તેમણે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સાર્વજનિક નીતિ અને સાર્વજનિક પ્રસાશનમાં ડોક્ટરની પદવી મેળવી છે.
ભવ્યા પહેલાથી જ ઘણા કાર્યક્રમો દ્વારા નાસા સાથે જોડાયેલ છે. તે અગાઉ નાસાના જાણીતા પ્રોગ્રામ ઇનોવેટિવ એડવાન્સ્ડ કન્સેપ્ટ્સ પ્રોગ્રામ અને નાસા એડવાઇઝરી કાઉન્સિલની ટેક્નોલોજી, ઇનોવેશન અને એન્જિનિયરિંગ એડવાઇઝરી કમિટીની એક્સટર્નલ કાઉન્સિલ સભ્ય પણ રહી ચૂકી છે.
લાલ પાંચ રાષ્ટ્રીય એકેડેમી ઓફ સાયન્સિસ, એન્જિનિયરિંગ અને મેડિસિન સમિતિઓ પર પણ સેવા આપી ચૂક્યા છે, જેમાંથી સૌથી હાલમાં સ્પેસ ન્યુક્લિયર પ્રોપલ્શન ટેક્નોલોજીઓ પરની એક છે, જે 2021 માં રીલીઝ થશે.
-દેવાંશી