મહારાષ્ટ્રમાં પોલિયો ડ્રોપની જગ્યાએ બાળકોને પીવડાવ્યું સેનેટાઈઝરઃ તપાસના કરાયાં આદેશ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં બેદરકારીની ઘટના સામે આવી છે. યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 જેટલા બાળકોને હેલ્થ વર્કર દ્વારા પોલીયો ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવ્યું હતી. ત્યાર બાદ બાળકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલીયો ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવી દેવામાં આવ્યું હતું. દરમિયાન બાળકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. હાલ બાળકોની સારવાર ચાલી રહી છે તમામ બાળકોની હાલત અત્યારે સ્થિર છે. આ બનાવમાં ભાનબોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, આંગણવાડી કાર્યકર અને એક આશાવર્કર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે કહ્યું કે, “આ એક મોટી બેદરકારી છે. પોલિયો રસીની બોટલ પર વાયરલ મોનિટર વાલા ચોરસ બનેલા હોય છે. તેનો અલગ રંગ પણ હોય છે. આ બેદરકારી કઈ રીતે થઇ ગઈ એની તપાસ કરવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે બાળકોને પોલીયો પીવડાવવાવાળા સ્ટાફને ટ્રેનીંગમ આપવામાં આવી હતી કે નહીં.