બિગ બોસના એક્સ-કન્ટેસ્ટેન્ટ સ્વામી ઓમનું નિધન: 3 મહિના પહેલા થયો હતો કોરોના
- બિગ બોસના એક્સ-કન્ટેસ્ટેન્ટ સ્વામી ઓમનું નિધન
- ૩ મહિના પહેલા થયો હતો કોરોના
- બિગ બોસની 10 મી સીઝનમાં જોવા મળ્યા હતા
મુંબઈ: બિગ બોસના એક્સ-કન્ટેસ્ટેન્ટ સ્વામી ઓમનું નિધન થયું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તે બીમાર હતા. સ્વામી ઓમે બિગ બોસની 10મી સીઝનમાં ભાગ લીધો હતો. તે ઘરની અંદર અનેક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા હતા. સ્વામી ઓમ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા. તેને કોરોના પણ હતો અને આ પછી તે લકવાગ્રસ્ત થઈ ગયા હતા.
સ્વામી ઓમ ત્રણ મહિના પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી, પરંતુ આશરે 15 દિવસ પહેલા તેને લકવો થયો હતો, ત્યારબાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. આજે તેમણે ગાઝિયાબાદના લોની, ડીએલએફ અંકુર વિહાર ખાતે અંતિમ શ્વાસ લીધા.
સ્વામી ઓમ બિગ બોસમાં પ્રતિયોગી બન્યા ત્યારે તે ચર્ચામાં આવ્યા હતા. અહીં આ મંચ પર તેની વર્તણૂકને કારણે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની વર્તણૂક અને વાતને કારણે તેના સાથી પ્રતિયોગી સાથેના સંબંધો બગડ્યા હતા અને તેણે જલ્દીથી આ શો છોડી દીધો હતો.
-દેવાંશી