ભારતની પ્રથમ સ્વદેશી રસી કોવાક્સિન અમેરિકાના બજારોમાં જોવા મળશે
દિલ્હીઃ કોરોનાની રસીને લઈને ભારતને મોટી સફળતા મળી છે. આગામી દિવસોમાં ભારતની પ્રથમ સ્વદેશી રસી કોવાક્સિન અમેરિકાના બજારમાં જાવો મળશે. આ માટે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા અમેરિકી કંપની ઓકૂજેન સાથે કરાર કર્યાં છે. ભારત બાયોટેકને આની માહિતી આપતા જણાવ્યું કે, કોવાક્સિનના સહવિકાસ, આપૂર્તિ અને વ્યાવસાયીકરણ માટે કરાર કરવામાં આવ્યાં છે.
અમેરિકી કંપની સાથે રસી નિર્માણની પદ્ધતિ આપવામાં આવશે. અમેરિકામાં તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. તેમજ બજારમાં પણ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગયા મહિને જ બારતમાં કોવાક્સિનને તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી. અત્યારે રસી ઉપર ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર અમેરિકી બજારમાં મળનારા નફામાં 55 ટકા નફો તેમનો હશે. કંપનીના ચેયરમેન ડો. કૃષ્ણા એલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારએ માનવતાને અસર પહોંચાડી છે. વૈશ્વિક જાહેર આરોગ્યને બચાવવા માટે એક કંપની તરીકે, વૈશ્વિક ધોરણે રસી વિકસાવવી આપણા માટે મહત્વપૂર્ણ છે. કોવાક્સિને ઘણા વાયરલ પ્રોટીન પ્રત્યેની મજબૂત પ્રતિરક્ષા પ્રતિભાવો સાથે ઉત્તમ સલામતી ડેટા બહાર આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તે અમેરિકન કંપની સાથે કોવાક્સિનને યુ.એસ. માર્કેટમાં લાવવાની યોજના પર સફળ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોવાક્સિન એ ભારતમાં તૈયાર કરાયેલ પ્રથમ કોરોના રસી છે અને અમેરિકામાં લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોવિશિલ્ડનું નિર્માણ કરી રહ્યું છે, પરંતુ તેનું નિર્માણ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા કરવામાં આવ્યું છે.