જામનગર કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપ દ્વારા 16 વોર્ડના ઉમેદવારોના નામની કરી જાહેરાત
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાના ચૂંટણીની ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા રાજકોટ બાદ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા 16 વોર્ડમાં 64 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જામનગરમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમના કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવામાં આવી હતી. તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડમાં ઉમેદવારોની પસંદગીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા બાદ અંતે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યાં છે. ભાજપ દ્વારા યુવા અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નેતાઓ અને કાર્યકરોને પ્રચારમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું છે. જામનગરમાં પણ અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તો સાથે જ મહિલાઓને પણ તક મળી છે. જામનગરમાં અનેક સીટિંગ કોર્પોરેટરના નામ કપાયા હોવાનું જાણવા મળે છે.