અભિષેક બચ્ચનના જન્મદિવસ પર બીગ બી થયા ઇમોશનલ, શેર કર્યા બે શાનદાર ફોટા
- અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ
- પુત્રના જન્મદિવસ પર બીગ બી થયા ઇમોશનલ
- શેર કરી Then and Now ફોટો
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે તેના પિતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આ સાથે અભિષેકના બાળપણ અને યુવાનીની વિશેષ તસ્વીર પણ શેર કરવામાં આવી છે.
આ ફોટામાં એક બાજુ અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેકનો હાથ પકડીને તેને ક્યાંક લઇ જઈ રહ્યા છે, અને બીજી ફોટામાં અભિષેકે તેના પિતાનો હાથ પકડ્યો છે. આ સુંદર ફોટા પર બિગ બીએ કેપ્શન લખ્યું હતું, ‘પહેલા હું તેનું નેતૃત્વ કરતો હતો .. તેનો હાથ પકડીને .. હવે તે મારું નેતૃત્વ કરે છે.. મારો હાથ પકડીને.
અભિષેક બચ્ચનનો જન્મ 5 ફેબ્રુઆરી 1976 માં થયો હતો. તેણે 2000 માં જેપી દત્તાની ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.
અભિષેક બચ્ચને ધૂમ, રન, યુવા, સરકાર, કભી અલવિદા ના કહના, ગુરુ, દોસ્તાના, બોલ બચ્ચન, પા, હાઉસફુલ 3 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં તે લુડો ફિલ્મમાં નજરે પડ્યા હતા, જેમાં તેની અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે
અભિષેકે વર્ષ 2007 માં એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. તેમની એક પુત્રી પણ છે,જેનું નામ આરાધ્યા છે.
-દેવાંશી