- ચીનને વધુ એક ઝટકો
- બ્રિટનમાં ચીનની એક સરકારી ટીવી ચેનલના પ્રસારણ પર રોક લગાવાઇ
- આ ચેનલનો સીધો સંબંધ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે હોવાનો દાવો
લંડન: ચીનને વધુ એક ઝટકો લાગ્યો છે. બ્રિટનમાં ચીનની સરકારી ટીવી ચેનલના પ્રસારણ પર રોક લગાવી દેવામાં આવી છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે ચાઇના ગ્લોબલ ટેલિવિઝિન નેટવર્કના સંપાદકીય પર કોઇ કંટ્રોલ નથી અને તેનો સીધો સંબંધ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે છે. આ નિર્ણયથી બ્રિટન અને ચીનમાં તણાવ વધી શકે છે. બ્રિટનના સંચાર નિયામકે જણાવ્યું કે, સીજીએસટીના લાઇસન્સને રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ચેનલ બ્રિટનમાં ફ્રી હતી.
આ ચેનલ વિરુદ્વ નિયામકને ઘણી ફરિયાદો મળી હતી કે જબરદસ્તીપૂર્વક સ્વીકારોક્તિના પ્રસારણ કર્યાની સાથે જ નિષ્પક્ષતા તેમજ સત્યતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. હોંગકોંગમાં બ્રિટિશ વાણિજ્ય દૂતાવાસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓ વિશે સૂચનાને લઇને ચીની પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો અને ટોર્ચર કર્યું હતું. જ્યારે અન્ય એકે કહ્યું હતું કે ચીનમાં કેદ દરમિયાન તેને ગુનો સ્વિકારવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
બ્રિટિશ નિયામકે જણાવ્યું કે, આદેશનું પાલન કરવા માટે સીજીટીએનને પુરતો સમય આપવામાં આવ્યો હતો. બ્રિટનના સંચાર નિયામકે એક નિવેદનમાં કહ્યું, તમામ તથ્યોની સાથે પ્રસારક અને દર્શકોની અભિવ્યક્તિની આઝાદીના અધિકાર પર સાવધાનીપૂર્વક વિચાર કર્યા બાદ અમે બ્રિટનમાં સીજીટીએનના પ્રસારણ લાઈસન્સને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
(સંકેત)