50 વર્ષથી વધુ ઉમંરના લોકોને માર્ચ મહિનામાં વેક્સિન આપવાનું કાર્ય શરુ કરાશે- કેન્દ્રીયમંત્રી
- આવતા મહિનાથી 50 વર્ષના લોકોને અપાશે વેક્સિન
- કેન્દ્રીયમંત્રીએ આપી માહિતી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન આપવાનું માટૂ ઐતિહાસિક અભિયાન શરુ થઈ ચૂક્યું છે જે અંતર્ગત અત્યાર સુધી લાખો દેશવાસીઓને વેક્સિન આપવામાં આવી ચૂકતી છે જેમાં પહેલા ફ્રંટ લાઈનના વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે.
ત્યારે હવે સેકન્ડ રાઉન્ડમાં 50 વર્ષથી વધુના ઉમરના લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે, આ સમગ્ર મામાલે લોકસભામાં કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જાણકારી આપી હતી કે, દેશમાં 50 કે તેનાથી વધારે વર્ષના લોકોને વેક્સિન આપવાનું કાર્ય માર્ચ મહિનાથી શરુ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે આ રાઉન્ડમાં અંદાજે 27 કરોડ લોકોને કતોરોનાની વેક્સિન આપવામાં આવશે,આમ તો સમગ્ર દેશમાં દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય શરુ કરવામાં આવી ચૂક્યું છે.
આ વાત કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધને ત્યારે કહી હતી જ્.યારે તેમને સંસદમાં આ અંગે પર્શ્ન પૂછવામાં આવ્યો હતો,આના જવાબમાં તેમણે કહ્યું હતુ કે, પ્રથમ તબક્કામાં સરકારી અને પ્રાઈવેટ ક્લિનિકોના એક કરોડ હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવનાર છે,જ્યારે બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સનેવેક્સિન અપાઈ રહી છે અને કેટલાક રાજ્યોમાં 2 ફેબ્રુઆરીથી આ અભિયાન શરુ કરવામાં આવી ચૂક્યું છે.
સાહિન-