વિશ્વનો એકમાત્ર જ્વાળામુખીય ટાપુ જ્યાં 170 લોકો કરે છે વસવાટ, અહીંથી દેખાય છે આકાશગંગાનો અદ્દભુત નજારો
- વાંચો માણસોના વસવાટ ધરાવતા જ્વાળામુખીય ટાપુ વિશે
- આ વિશ્વનો એકમાત્ર પ્રાકૃતિક તારામંડળ છે
- આ ટાપુ પરથી રાત્રે આકાશગંગાનો સ્પષ્ટ નજારો જોઇ શકાય છે
તમે ક્યારેય સાંભળ્યું છે કે જ્વાળામુખીય ટાપુ પર માણસોનો વસવાટ હોય. તમે પણ ચોંકી ગયા ને?. પણ આ હકીકત છે. અહીંયા આપેલી તસવીરમાં જે ટાપુ દેખાય છે તે વિશ્વનો એકમાત્ર પ્રાકૃતિક તારામંડળ છે. એટલે કે નેચરલ પ્લેનેટરિયમ. આ એક જ્વાળામુખીય ટાપુ હોવા છતાં પણ ત્યાં માણસો વસવાટ કરે છે. આ ટાપુ પરથી રાત્રે આકાશગંગાનો સ્પષ્ટ નજારો જોઇ શકાય છે. ચાલો આ દ્વીપ વિશે વધુ વાંચીએ.
આ ટાપુનું નામ આઓગાશિમા છે. તે ફિલિપીન સમુદ્રમાં આવેલ જાપાનનો એક જ્વાળામુખી ટાપુ છે. આ ટાપુ જાપાનની રાજધાની ટોક્યોથી 358 કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલો છે. આ ટાપુનું ક્ષેત્રફળ 8.75 સ્કેવર કિલોમીટર છે. આઓગશિમા ટાપુ પર કુલ 170 લોકો વસવાટ કરે છે. આ ટાપુની વિશેષતા એ છે કે અહીંયા આકાશ નિર્મળ અને સ્વચ્છ રહે છે અને તેથી ત્યાં આકાશગંગાનો શાનદાર નજારો જોવા મળે છે.
આઓગાશિમા (Aogashima) ટાપુ પર આવેલ જ્વાળામુખીની ઉંચાઈ 3.5 કિલોમીટર અને પહોળાઈ 2.5 કિલોમીટર છે. આ ટાપુનો સૌથી ઉંચો ભાગ 1388 ફૂટનો છે. આઓગાશિમા (Aogashima) ટાપુ પર જ્વાળામુખી છેલ્લે 1781થી 1785ની વચ્ચે સતત ફાટ્યો હતો. તેના પછી ફાટ્યો નથી પરંતુ જાપાનના હવામાન વિભાગે તેને સી ક્લાસ કેટેગરીનો એક્ટિવ વોલ્કેનો ગણાવે છે.
ટાપુને મળ્યો છે મહત્વપૂર્ણ દરજ્જો
બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આઓગશિમા ટાપુને મહત્વપૂર્ણ બર્ડ રેન્જનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ ટાપુ પર જાપાનીઝ વુડપિઝન, પ્લેસ્કેસ ગ્રાસહોપર વોરબ્લર્સ, ઇઝીમા લીફ વોરબ્લર્સ અને ઇઝૂ થ્રસેસ નામના જીવ રહે છે. આઓગશિમા ટાપુ પર માણસ ક્યારથી રહે છે તેના વિશે કોઇ દસ્તાવેજ કે ઇતિહાસ નથી. પરંતુ આ ટાપુ અંગે પ્રથમવાર 1652માં લોકોને ખબર પડી હતી. જ્યારે અહીંયા જ્વાળામુખી ફાટ્યો હતો.
(સંકેત)