દિલ્હીઃ સરહદ ઉપર પાકિસ્તાન સિઝફાયરનું ઉલ્લંઘન કરીને અવાર-નવાર ગોળીબાર કરે છે. આ ઉપરાંત પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહિત કરવાનું કામ કરતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન સરહદ મારફતે ડ્રોનની મદદથી આતંકવાદીઓને હથિયાર સપ્લાય કરતું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2020માં સરહદ ઉપર 77 જેટલા પાકિસ્તાન જોવા મળ્યાં હતા.
બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરહદ પારથી હથિયારો-વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની દાણચોરી માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. વર્ષ 2019માં પાકિસ્તાનની પશ્ચિમી સરહદે ડ્રોનના 167 કેસો રેકોર્ડ નોંધવામાં આવ્યા હતા. વર્ષ 2020માં આ મોરચે 77 ડ્રોન્સ જોવા મળ્યા હતા. પાકિસ્તાન દ્વારા આ ડ્રોનના માધ્યમથી ઘાતક હથિયારો, વિસ્ફોટકો અને માદક પદાર્થો સરહદ પાર છોડવા માટે કરવામાં આવે છે. તેઓ ખાસ કરીને પંજાબ અને જમ્મુ ક્ષેત્રોમાં પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરે છે. પાકિસ્તાન ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ દાણચોરી માટે અસરકારક રીતે સમયાંતરે કરે છે. મિની અથવા નાના યુએવીની હવામાં 150 કિમીની સાથે સરહદની દેખરેખ માટે કેટલાક કલાકો સુધી રહે છે. પડોશી દેશો ચીન, રશિયા, સાઉદી અરેબિયા, જર્મની અને ઇટાલી પણ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય પાકિસ્તાન ડ્રોનની ક્ષમતા વધારવાની માગ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સીઝ ફાયરનો ભારતીય સેના વળતો જવાબ આપે છે. આ ઉપરાંત આતંકવાદીઓ સામે પણ ભારતીય જવાનોએ અભિયાન શરૂ કર્યું છે. જેથી પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી માટે નવા-નવા પેતરા અજમાવી રહ્યું છે.