- ભારતમાં ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટરે આપ્યું રાજીનામુ
- પબ્લિક બોલિસી ડિરેક્ટર મહિમા કૌલએ પોતાના પદેથી આપ્યું રાજીનામુ
- મહિમા કૌલ માર્ચના અંત સુધી જ કાર્યભાળ સંભાળશે
નવી દિલ્હી: ભારતમાં ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટર મહિમા કૌલએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. આ અંગે માહિતી આપતા ટ્વીટરે કહ્યું હતું કે મહિમા કૌલ માર્ચના અંત સુધી પદની જવાબદારી સંભાળશે અને કાર્યભાળ અન્યને સોંપવામાં મદદ કરશે. ટ્વીટરે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મહિમા કૌલ તેમના અંગત જીવન પર ધ્યાન આપવા ઇચ્છે છે.
મહિમા કૌલ ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટર હતી, જેમણે જાન્યુઆરીમાં પદેથી રાજીનામુ આપ્યું હતું. તેઓ પાંચ વર્ષથી ટ્વીટરમાં કાર્યભાળ સંભાળી રહ્યા હતા.
જોકે ટ્વીટર પબ્લિક પોલિસી ડિરેક્ટરના રાજીનામાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દેશમાં કિસાન આંદોલન દરમિયાન વિદેશી હસ્તીઓ ટ્વીટ કરી ભારતમાં હોબાળો મચાવી રહ્યા છે. હાલમાં ખેડૂત આંદોલનને લઇને વિદેશી હસ્તીઓ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ્સને મુદ્દે દેશમાં ટ્વીટ વોર ચાલી રહી છે, જ્યાં કેટલીક ભારતીય હસ્તીઓ ટ્વીટ્સને સમર્થન આપી રહી છે તો કેટલાક તેનો વિરોધ કરી રહ્યા છે.
(સંકેત)