- જો તમે પણ કારના માલિક છો તો તમારા માટે અગત્યના સમાચાર
- હવે 15 ફેબ્રુઆરી સુધીમાં દરેક વાહનમાં ફાસ્ટેગ લગાવવું જરૂરી છે
- કે હવે હાઇવે પર ટોલ આપતા સમયે તેનું પેમેન્ટ ફાસ્ટેગથી જ કરવું પડશે
નવી દિલ્હી: જો તમે પણ કારના માલિક હોય તો તમારા માટે એક અગત્યના સમાચાર છે. કેન્દ્ર સરકારે હવે સમગ્ર દેશમાં ફાસ્ટેગ જરૂરી કરી દીધું છે. એટલે કે હવે હાઇવે પર ટોલ આપતા સમયે તેનું પેમેન્ટ ફાસ્ટેગથી જ કરવું પડશે. પહેલા તેની તારીખ આગળ વધારવામાં આવી હતી પરંતુ હવે સરકાર તેને આગળ ખેંચવાના મૂડમાં નથી. હવે 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ વાહનોએ ફાસ્ટેગ સ્ટીકર લગાવવું જરૂરી રહેશે.
ફાસ્ટેગ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ઇલેકટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ્સની સાથે કામ કરે છે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ ડેવલપ કર્યું છે. તે RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાડીઓને વગર રોક્યે ઑટોમેટિક રીતે પેમેન્ટ કલેક્શન કરે છે. જેનાથી તમારે ટોલ નાકા પર રોકડ આપવાની જરૂર રહેતી નથી. આ એક સ્ટિકર છે જે તમારી કારના વિન્ડશીલ્ડથી અંદર જોડાયેલું હોય છે. આ રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશનમાં બારકોડ હોય છે જે તમારી ગાડીના રજિસ્ટ્રેશન ડીટેલ સાથે જોડાયેલા હોય છે.
ફાસ્ટેગ એક એવું સ્ટીકર છે જેને વાહનની વિન્ડસ્ક્રીન પર ચિપકાવી દેવાય છે. ત્યારબાદ ટોલ પ્લાઝા પર કોઈ પણ પ્રકારની કેશ લેવડદેવડ માટે ગાડીઓને રોકવાની જરૂર પડતી નથી. RFID ટેક્નોલોજીથી તે કામ થાય છે. ટોલ પ્લાઝાથી પસાર થવા પર ટોલ અમાન્ટને ફાસ્ટેગ સાથે જોડાયેલા ખાતામાંથી સીધી કાપી લેવાય છે.
ફાસ્ટેગની કિંમત
ફાસ્ટેગની કિંમત બે ચીજો પર નિર્ભર કરે છે. પહેલું એ કે વાહનની કેટેગરી અને બીજુ તમે ત્યાંથી ખરીદી રહ્યા છો. એટલે કે તમે તેને કાર, બસ, ટ્રક, જીપ કે કોઈ બીજા વાહન માટે ખરીદી રહ્યા છો. દરેક બેન્કની ફાસ્ટેગની ફી અને સિક્યુરિટી ડિપોઝિટ અંગે અલગ અલગ પોલિસી છે. કાર માટે પેટીએમથી ફાસ્ટેગ 500 રૂપિયામાં ખરીદી શકો છો.
આજની તારીખમાં લગભગ દરેક બેન્ક તેની સુવિધા આપે છે. આ ઉપરાંત અનેક મોબાઈલ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે. પેટીએમ ઉપરાંત અમેઝોન, સ્નેપડીલથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે. આ સાથે જ દેશની 23 બેન્કો દ્વારા પણ તે ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત રોડ પરિવહન પ્રાધિકરણ ઓફિસમાં પણ તેનું વેચાણ થાય છે.
(સંકેત)