જીડીપીને લઈને SBI એ જારી કર્યો રિપોર્ટ – દેશની અર્થવ્યવસ્થા સ્થિતિ તબક્કાવાર વર્ણવી
- જીડીપી મામલે એસબીઆઈએ જારી કર્યો રિપોર્ટ
- દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત
દિલ્હીઃ-ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ભારતીય સ્ટેટ બેંક એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. એસબીઆઈના સંશોધન વિભાગના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ છતાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા સાત ટકાનો ઘટાડો કરી શકે છે. જ્યારે પહેલા એસબીઆઇ સંશોધન દ્વારા 2020-21 દરમિયાન ઘરેલુ જીડીપીમાં 7.4 ટકાના ઘડાનું અનુમાન કરવામાં આવ્યું હતું.
એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અર્થવ્યવસ્થામાં 15.7 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ જો એસબીઆઈનું વિશ્લેષણ સાચુ સાબિત થાય તો બીજી ત્રિમાહીમાં જીડીપી 2.8 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.
આ સંદર્ભમાં એસબીઆઈના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર સૌમ્યા કાંતિ ઘોષે કહ્યું હતું કે 41 મહત્વના સૂચકાંકોમાં 51 ટકાનો વિકાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે ત્રીજા ક્વાર્ટરમાં 0.3 ટકાની વૃદ્ધિ સાથે અર્થવ્યવસ્થા આર્થિક તેજીના પાટા પર આવી શકે છે. તેમણે કહ્યું કે અંતિમ આંકડા સુકાત્મક આશ્ચર્યજનક હોઈ શકે છે.
આ મામલે આગળ જણાવવામાં આવ્યું છે કે, હવે આશા છે કે, જીડીપીમાં ઘટાડો સમગ્ર વર્શ માટે 7 ટકાનો રહેશે, જે પાછળના લગાવેલા અનુમાન 7.5 ટકાથી ઓછો છે,આ સાથે જ ચોથી ત્રિમાહીમાં 2.5 ટકા વૃદ્ધી સાથે જીડીપીમાં સકારાત્મક સંકત મળી શકે છે.
એસબીઆઇ રિસર્ચે આગલા નાણાકીય વર્ષ 2021-22 માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ 11 ટકા રાખ્યો છે. આર્થિક સમીક્ષામાં આવનારા વર્ષની વૃદ્ધિ 11 ટકા હોવાનો અંદાજ છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંક 10.5 ટકાનો વૃદ્ધિદર રહેશે.
સાહિન-