અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, રાજ્યમાં કોરોનાના સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદમાં આવ્યાં છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કોરોના પીડિત દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ કોરોનાના દર્દીઓને શોધી કાઢવા માટે ઘરે-ઘરે સર્વે અને ટેસ્ટીંગનું કામ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પીડિત દર્દીઓ પાછળ અત્યાર સુધીમાં લગભગ 568 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે પૈકી સરકાર દ્વારા અત્યાર સુધીમાં 214 કરોડની આર્થિક મદદ કરવામાં આવી છે. કોરોના મહામારીમાં કરોડોનો ખર્ચ થતા કોર્પોરેશન આર્થિક મુશ્કેલીમાં મુકાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ગયા માર્ચ મહિનામાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. તેમજ સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યાં હતા. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. કોર્પોરેશન સંચાલિક હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ખાનગી હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારનો ખર્ચ કોર્પોરેશને ભોગવ્યો હતો. એટલું જ નહીં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં કોરોના પીડિત દર્દીઓની સારવાર માટે મદદનું કોર્પોરેશનને સુચના આપવામાં આવી હતી.
કોર્પોરેશન દ્વ્રારા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના બીલની ચુકવણી સહિત કોરોના મહામારીમાં લગભગ 568 કરોડનો ખર્ચ કર્યો છે. તેની સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે માત્ર 214 કરોડની જ ગ્રાન્ટ આપી હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ જંયતિની આપવામાં આવેલી ગ્રાન્ડમાંથી કોરોનાકાળમાં ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.