મથુરા: યોગી આદિત્યનાથ ‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું ઉદ્દઘાટન કરશે, 14 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ
- ‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું ઉદ્દઘાટન
- સીએમ યોગી કરશે ઉદ્દઘાટન
- 14 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ
- 40 દિવસ સુધી ચાલશે કાર્યક્રમ
- યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ
ઉત્તરપ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદ હરિદ્વાર કુંભ 14 ફેબ્રુઆરીથી વૃંદાવનમાં ‘વૈષ્ણવોની બેઠક’ મેળાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 40 દિવસ સુધી ચાલશે. 14 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ‘કુંભ પૂર્વ વૈષ્ણવોની બેઠક’ ના ઉદ્દઘાટન માટે વૃંદાવન જશે.
બ્રજ તીર્થ વિકાસ પરિષદના ઉપપ્રમુખ શૈલજાકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે દેશ-વિદેશથી પ્રસિદ્ધ સંતો, મહાત્માઓ અને અખાડાથી જોડાયેલા સાધુ-સન્યાસીઓ મેળામાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. કુંભમેળાને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને તેના તમામ વિભાગો યુદ્ધ સ્તરે તૈયારીઓમાં લાગી ગયા છે, જે હવે અંતિમ તબક્કામાં છે.
16 ફેબ્રુઆરીએ મેળામાં પ્રથમ શાહી સ્નાન
તેમણે જણાવ્યું કે, 16 ફેબ્રુઆરીએ મેળામાં પ્રથમ શાહી સ્નાન છે. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 14 ફેબ્રુઆરીએ અહીં આવીને ધ્વજારોહણ કરશે. આ પ્રસંગે તેઓ બ્રજનાં પ્રખ્યાત સંત દેવરહા બાબાની યાદમાં સ્થાપિત ઘાટનું લોકાર્પણ કરશે. અને જિલ્લામાં આશરે ત્રણસો કરોડ રૂપિયાના વિકાસનાં ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે.
મુખ્યમંત્રી 14 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા વૃંદાવન પહોંચશે. તે પ્રથમ બાંકેબિહારી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ ગીતા મનીષી સંત જ્ઞાનાનંદ મહારાજ અને સ્થાનિક સંતોની સાથે મુલાકાત કરશે.
યુદ્ધ કક્ષાએ તૈયારીઓ કરવામાં આવી રહી છે
કાઉન્સિલના મેજિસ્ટ્રેટ અને મુખ્ય કાર્યકારી અધિકારીએ નાગેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે, કુંભ મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પીવાના પાણી તરીકે ગંગાજળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ યમુનામાં સ્નાન કરવા માટે ગંગા જળ પ્રવાહ આવે તેવા પ્રયાસો શરૂ છે. મેળામાં અન્ય તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વીજળી વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો માટે એક સબ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે.
-દેવાંશી