એલપીજી ગેસ બાદ આમ જનતાને લાગ્યો વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, આટલું થયું મોંધુ
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
- લગભગ છેલ્લા અઠવાડિયાથી વધી રહ્યો છે ભાવ
- દરરોજ વધતા ભાવથી લોકો થયા ત્રસ્ત
દિલ્લી: રવિવારે રાતે ઘરેલુ ગેસની કિંમતમાં વધારા પછી સામાન્ય લોકોને આજે સવારે વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત લગભગ છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 29 પૈસાની વૃદ્ધિ થઇ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 88.99 રૂપિયા અને ડીઝલની કિંમત 79.35 રૂપિયા પ્રતિ લિટર છે. રવિવારે રાત્રે એલપીજી જીએએસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. નવી દિલ્હીમાં હવે સબસિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમત 769 રૂપિયા થઇ ગઈ છે.
પેટ્રોલના દરની વાત કરીએ તો મુંબઇમાં એક લિટરની કિંમત 95.46 રૂપિયા છે, કોલકાતામાં 90.25 રૂપિયા છે, ચેન્નઈમાં 91.19 રૂપિયા છે. આ જ રીતે ડીઝલનો ભાવ મુંબઇમાં પ્રતિ લિટર 86.34 રૂપિયા, કોલકાતામાં 82.94 રૂપિયા અને ચેન્નઇમાં 84.44 રૂપિયા છે. સામાન્ય લોકોનું બજેટ સતત બગડતું રહે છે. એલપીજી અને પેટ્રોલ અને ડીઝલના દરો ચાલતા હોવાથી લોકોને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં એલપીજી ગેસના ભાવમાં 75 રૂપિયા વધારો થયો છે.
છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 2.34 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.52 નો વધારો થયો છે. ફક્ત ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો, ડીઝલની કિંમતમાં 2.87 રૂપિયા અને પેટ્રોલમાં પ્રતિ લિટર 2.69 નો વધારો કરવામાં આવ્યો છે. 2021માં એલપીજી ગેસના ભાવમાં કુલ રૂ. 75નો ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો,પરંતુ ડિસેમ્બર મહિનામાં ભાવમાં 100 રૂપિયા વધારો થયો હતો.
-દેવાંશી