- રસીકરણ અભિયાન 20 દિવસમાં પુરુ કરવાના આદેશ
- ત્યાર બાદ વેક્સિનેશનનો બીજો તબક્કો 6 માર્ચથી શરુ કરાશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના રસીકરણમાં ઝડપ લાવવા અંગેની તૈયારી ઓ ચાલી રહી છે, આવનારા 20 દિવસમાં જ આ પ્રથમ તબક્કો પૂર્ણ કરવાની સરકારે આદેશ આપ્યા છે.દરેક રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને આપવામાં આવેલા આદેશમાં જણાવવાયું છે કે, આવનારી 6 માર્ચ પહેલા પ્રથમ ચરણનું રસીકરણ સમાપ્ત થઈ જવું જોઈએ આ પહેલા 3 કરોડ લોકોને વેક્સિન અપાઈ જવી જોઈએ,
ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીના રોજથી શરુ કરવામાં આવેલા આ ઐતિહાસિક રસીકરણ અભિયાનમાં હાલ સુધી કુલ 82 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.તો બીજી તરફ 13 ફેબ્રુઆરીથી કેટલાક રાજ્યોએ વેક્સિનનો બીજો ડોઝ આપવાનું શરૂ કર્યું છે. સોમવારથી તમામ રાજ્યોમાં બીજો ડોઝ શરૂ થનાર છે.
આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે દેશના દરેક આરોગ્ય કાર્યકરને 20 થી 25 ફેબ્રુઆરીની વચ્ચે વેક્સિન અપાઈ જવી જોઈએ. અથવા તેમના ફોન પર વેક્સિન અપાઈ ચૂક્યાનો સંદેશ મળી જવો જોઈએ .
દેશમાં સરકારી અને ખાનગી ક્ષેત્ર સહિત આશરે 96 લાખ આરોગ્ય કર્મચારીઓ છે, જેમાંથી 59 લાખ 84 હજાર 18 લોકોને વેક્સિનનોપ્રથમ ડોઝ મળ્યો છે. શનિવારના રોજ દેશમાં, 23 હજાર 628 આરોગ્ય કર્મચારીઓને દેશમાં વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો, તે જ સમયે, 22 લાખ 56 હજાર 212 ફ્રન્ટલાઈન કામદારોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
જો આ બાબતમાં આરોગ્ય કર્મચારીઓની સરખામણીમાં ફ્રન્ટલાઈન કામદારોની વાત કરવામાં આવે તો આ લોકોમાં રસીકરણ વધુ ઝડપથી જોવા મળી રહ્યું છે. તેમનો આંકડો માત્ર 12 દિવસમાં 22 લાખને પાર કરી ગયો છે. જ્યારે સમાન સમયગાળા દરમિયાન 10 લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાજ્યોને રસીકરણનો પ્રથમ તબક્કો સમયસર પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જો રાજ્ય ઇચ્છે તો તે રસીકરણ અંગે અથવા રસી બૂથની સંખ્યામાં વધારો કરવા વિશેષ અભિયાન પણ ચલાવી શકે છે, પરંતુ 25 ફેબ્રુઆરી સુધીમાં તમામ આરોગ્ય કર્મચારીઓને રસી મૂકાઈ જવી જોઈએ તે જરૂરી છે. એકવાર પ્રથમ ડોઝ માટેની ઝુંબેશ પૂર્ણ થઈ ગયા બાદ આ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો કાર્યક્રમએટલે કે બીજો તબક્કો શરુ થશે
સાહિન-