1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે સીએમ યોગીએ ‘મુખ્યમંત્રી અભ્યૂદય યોજના’નો કર્યો આરંભ
સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે સીએમ યોગીએ ‘મુખ્યમંત્રી અભ્યૂદય યોજના’નો કર્યો આરંભ

સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે સીએમ યોગીએ ‘મુખ્યમંત્રી અભ્યૂદય યોજના’નો કર્યો આરંભ

0
Social Share
  • સ્પર્ધાત્મ પરિક્ષાઓ માટે અભ્યૂદય યોજનાનો કર્યો આરંભ
  • આવતી કાલથી ઓનલાઈન તથા વર્ગમાં ક્લાસ શરુ કરાશે
  • આ અભિયાન અતંર્ગત મફ્તમાં કોચિંગની વ્યવસ્થા

દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિક્ષણને લઈને અનેક સારા કાર્યો પાર પાડવામાં આવી રહ્યા છે જેમાં ઉત્તર પ્રદેશમાં પણ આ બાબાતે અનેક કાર્ય મુખ્યમંત્રી દ્રારા થઈ રહ્યા છે ત્યારે આજે સોમવારના  રોજ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘મુખ્યમંત્રી અભ્યુદય યોજના’ ની શરૂઆત કરી હતી.

સીએમ યોગીએ આ પ્રસંગે મા સરસ્વતીની સામે દીવો પ્રગટાવીને અભ્યુદય કોચિંગના વર્ચુઅલ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન સીએમ યોગીએ રજિસ્ટર થયેલા ઉમેદવારો સાથે પણ વાત ચીત પણ કરી હતી. ઔપચારિક પ્રારંભ થયા પછી મંગળવારથી તમામ વિભાગમાં શારીરિક અને વર્ચુઅલ વર્ગો પણ  શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસ, આઈઆઈટી જેઇઇ, એનઇઈટી સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફતમાં કોચિંગ આપવામાં આવશે.

આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, જીવનના સર્વાંગી વિકાસનું માધ્યમ જ અભ્યુદય છે, આ ફક્ત કોચિંગ જ નથી આ યોજનાથી ઉત્તર પ્રદેશના યુવાનોના સર્વાંગી વિકાસનો અગ્રેસર બનશે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ગો મંગળવારથી શરૂ થશે. જેના ખતી વિદ્યાર્થીઓમાં રહેલી ચોક્કસ પ્રતિભાઓ બહાર આવશે.

આ સિવાય તેમણે જણાવ્યું હતું કે ખેતીને નફાકારક બનાવવા માટે કૃષિ કાયદા રજૂ કરાયા હતા. જે લોકો હિતની ઇચ્છા નથી તેઓએ ભ્રમ ફેલાવવાના ખોટા પ્રયત્નો કર્યા છે. આ મૂંઝવણને પરિણામે, કેટલાક સ્થળોએ આંદોલન થઈ રહ્યો છે, પરંતુ સામાન્ય રીતે દેશના ખેડૂતોએ કૃષિ કાયદાઓને સકારાત્મક રીતે લીધા છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code