1. Home
  2. ગુજરાતી
  3. ફ્રાંસમાં આતંકવાદી ઘટનાઓ રોકવા માટે સરકારે પસાર કર્યું વિધેયક
ફ્રાંસમાં આતંકવાદી ઘટનાઓ રોકવા માટે સરકારે પસાર કર્યું વિધેયક

ફ્રાંસમાં આતંકવાદી ઘટનાઓ રોકવા માટે સરકારે પસાર કર્યું વિધેયક

0
Social Share
  • ફ્રાંસમાં સતત વધતી આતંકવાદની ઘટનાઓ બાદ સરકાર એક્શનમાં
  • ફ્રાંસની સરકારે આતંકવાદી ઘટનાઓ પર રોક લગાવવા માટે એક વિધેયક કર્યું પસાર
  • જો કોઇ વ્યક્તિ ઓનલાઇન હિંસાને પ્રોત્સાહન આપતો જણાશે તો સરકાર તેની સાથે સખ્તાઇ વર્તશે

પેરિસ: ફ્રાંસમાં આતંકવાદની ઘટનાઓ સતત વધી રહી છે, આ વચ્ચે આ ઘટનાઓ પર રોક લગાવવા માટે ફ્રાંસની સરકાર એક્શનમાં આવી છે. ફ્રાંસની સરકારે એક વિધેયક પસાર કર્યું છે. નેશનલ એસેમ્બલીમાં પસાર આ વિધેયકમાં મુખ્ય રીતે શહેર અને ગામોમાં ઇસ્લામી ચરમપંથીઓના ફેલાવાના રોકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ફ્રાંસની સરકાર અનુસાર ઇસ્લામી ચરમપંથથી તેની રાષ્ટ્રીય એકતાને ખતરો બનેલો છે. જો કે આ વિધેયકમાં કોઇ ખાસ ધર્મનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પરંતુ તેમાં જબરદસ્તીથી લગ્ન અને વર્જિનિટી ટેસ્ટ જેવી પ્રથાઓ સામે કાર્યવાહીની જોગવાઇ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જો કોઇ વ્યક્તિ ઓનલાઇન હિંસાને પ્રોત્સાહન આપતો જણાશે તો સરકાર તેની સાથે સખ્તાઇ વર્તશે. એટલું જ નહીં વિધેયકમાં ધાર્મિક સંગઠનોનું મોનિટરિંગ સખ્ત કરવા અને મુખ્યધારાની શાળઆઓથી બહારના વિદ્યાર્થીઓને શિક્ષણ આપનારા સંસ્થાનો પર સખ્ત નિયમો અને શરતો લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તુર્કી, કતાર અને સાઉદી અરબથી મસ્જિદોને થતું ફંડિંગ પર ચિંતા વ્યક્ત કરતા ધાર્મિક સંગઠનને વિદેશથી મળતા ફાળાની જાણકારી અને પોતાના બેંક ખાતાને પ્રમાણિત કરવા કહેવામાં આવ્યું છે.

વિધેયકના સમર્થનમાં 347 મત

આ વિધેયકની વાત કરીએ તો વિધેયકના સમર્થનમાં 347 સાંસદોએ મત આપ્યો જ્યારે વિપક્ષમાં 151 મત પડ્યા. મતદાન દરમિયાન 65 સભ્યો ગેરહાજર રહ્યાં. એસેમ્બલી પાસે આ વિધેયક પસાર થયું છે હવે તે સેનેટ સામે રજૂ થશે. ફ્રાંસમાં આ વિધેયકનો વિરોધ પણ શરૂ થઇ ચૂક્યો છે.

નોંધનીય છે કે, ફ્રાંસમાં મુસ્લિમ સમુદાયની વસ્તી 50 લાખ થવાનું અનુમાન છે. હાલના સમયમાં આ દેશને ઘણાં ઇસ્લામી આતંકવાદી હુમલાઓ અને ચરમપંથી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. ફ્રાંસમાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. તેને જોઇને માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા એક મહત્વનો મુદ્દો હશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code