દેશની 92 ટકા કંપનીઓ કોરોના બાદ પણ કર્મચારીઓના પગારમાં વધારો કરશે
- કોરોના બાદ આર્થિક સ્થિતિમાં સુધારો
- 92 ટકા કંપનીઓ કર્મીઓના પગાર વધારશે
- એક કંપની દ્રારા કરવામાં આવ્યો સર્વે
દિલ્હી – વિતેલા વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો, જેમાં દેશની અર્થવ્યવસ્થા પર પણ માઠી અસર પડેલી જોવા મળી હતી, જો કે ઘીરે ઘીરે હવે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવતી જોવા મળી રહી છે, આવી સ્થિતિમાં પણ દેશની કેટલીક કંપનીઓ કર્મચારીઓના પગારમાં વધારો કરવા રાજી છે.
ભારકની એક કંપની દ્રારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે કોરોના બાદ પણ હવે લોકોનો દેશની ઈકોનોમી પરનો વિશ્વાસ પણ વધી રહ્યો છે. આ સ્થિતમાં પણ ભારતમાં સ્થિત કંપનીઓ ચાલુ વર્ષ દરમિયાન કર્મચારીઓના પગારમાં સરેરાશ 7.3 ટકાનો વધારો કરે તેવી શક્યતાઓ છે.
આ વર્ષના પહેલા તબક્કાના સર્વેમાં સમાવેશ કરવામાં આવેલી દરેક કંપનીઓમાંથી 92 ટકા કપંનીઓ એ આ વર્ષ દરમિયાન કર્મચારીઓના પગાર વધારવાની વાતથી સહમતિ દર્શાવી હતી , આ સાથે જ વિતેલા વર્ષ દરમિયાન 60 ટકા કંપનીઓએ પગાર વધારવાની વાત આ સર્વેમાં કરી હતી. જે સર્વે વિતેલા વર્ષમાં શરુ કરાયો હતો જેમાં અનેક સેક્ટરની 400 જેટલી કંપનીઓનો સમાવેશ કરાયો હતો.
આ સર્વે પ્રમાણે હવે કંપનીઓની આર્થિક સ્થિતિમાં મોટે ભાગે સુધારો થઈ રહ્યો છે જેમાં તેમની આવક વધી રહી છે જેથી તેઓ પોતાના કર્મીઓના પગારમાં પણ વધારો કરશે, આ કરવામાં આવેલા સર્વે પ્રમાણે આઈટી અને લાઈફ સાયન્સ સેક્ટરમાં સૌથી વધારે પગાર વધારો કરવામાં આવી શકે તેવી શક્યાતાઓ સેવાઈ રહી છે.
સાહિન-