- સોનુ સૂદના ચાહકે ચલાવી 2 હજાર કિમી સુધી સાયકલ
- સોનુ સૂદે રવિવારે તેમના આ ચાહક સાથે મુંબઈ ખાતે મુલાકાત કરી
મુંબઈ – અભિનેતા સોનુ સૂદ હવે લોકોના દિલમાં વસી ગયા છે, કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન અન્ય શહેરોમાં ફસાયેલા લોકોને પોતાના ઘરે પહોંચાડ્યા, લોકોને આર્થિક રીતે મદદ કરી, આ તમામ કાર્યોથી તેઓ સમગ્ર દેશમાં તો જાણીતા બન્યા જ છે પરંતુ દેશ બહાર પણ તેમના પેટ ભરીને વખાણ થઈ રહ્યા છે, ત્યારે તેમના ચાહકોનો ક્રેઝ પણ સૌ કોઈને આશ્ચર્ય ચક્તિ કરનારકો છે.
સોનું સૂદના એક ક્રેઝી ફ્રેન નારાયણ વ્યાસ સોનુના કાર્યના સમર્થનમાં આવ્યા છે, તેમના આ ચાહકે સોનુ દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યોના સમર્થનમાં મહારાષ્ટ્રના વાશીમથી દેશના દક્ષિણ છેડે રામ સેતુ સુધીની સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી.
સોનુ સૂદ તેમના આ ચાહકને મળ્યો અને રવિવારના રોજ તેમણે મુંબઇમાં તેમની મુલાકાત કરીને તેમનું મનોબય વધાર્યું હતું, નારાયણ વ્યાસે બીએ સુધી અભ્યાસ કર્યો છે અને તે હાલ એક કોલેજમાં પટાવાળા તરીકે કાર્યરત છે.
નારાયણ વ્યાસ 7 ફેબ્રુઆરીની સવારે વાશીમથી સાયકલ પ્રવાસ માટે રવાના થયા હતા. આ સફર 14 ફેબ્રુઆરીએ રામસેતુ ખાતે સમાપ્ત થયો હતી. આ યાત્રા દરમિયાન નારાયણ વ્યાસ વ્યાસ 5 રાજ્યોમાંથી પસાર થયા હતા. અનેક જગ્યાઓ પર લોકોએ તેમનું ખાસ સ્વાગત કર્યું હતું.
નારાયણ વ્યાસે સાયકલ મુસાફરી દરમિયાન બેક-અપ કાર પણ જોડે રાખી હતી, આ સફર દરમિયાન નારાયણ વ્યાસના બે મિત્રો રાજુ હોલપડે અને સૌરભ વ્યાસ બેકઅપ કારમાં જોડે સવાર હતાઆ કારના બોનેટ પર મોટા અક્ષરોમાં . ‘2000 કી.મી. રાઇડ ફોર રીઅલ હીરો સોનુ સૂદ’ લખ્યું હતું.ઉલ્લેખનીય છે કે સોનુ સૂદના કામને લઈને તેમના ફ્રેન્સ ફોલોઅર્સ વધ્યા છે, જેમાં કેચટાલ આવા ક્રેઝી ફેર્ન્સ પણ હોય છે જે તેમના સપોર્ટમાં આવા કાર્ય કરે છે.
સાહિન-