કોરોનાના કહેરને લઈને અમદાવાદ અને સુરતમાં કોરોના ટેસ્ટ માટે ફરી કવાયત હાથ ધરાઈ – ટેસ્ટિંગ તંબુની વ્યવસ્થા ફરી શરુ
- અમદાવાદ અને સુરતમાં કોરોનાને લઈને તંત્ર એલર્ટ
- ફરીથી ટેસ્ટિંગ તંબુની વ્યવસ્થા શરુ કરવામાં આવી
અમદાવાદ – સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર વર્તાી રહ્યો છે, ફરી એક વખત મહારાષ્ટ્રમાં કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે હવે દેશભરના મહાનગરોમાં વહીવટતંત્રએ કોરોનાને લઈને સતર્કતાના પગલા લીધા છે.
મહારાષ્ટ્ર તથા દિલ્હીમાં કોરોના સંક્રમણ કેસમાં વધારો થતા જ હવે ગુજરાતમાં પણ ચિંતા વ્યાપી છે ત્યારે ખાસ કરીને આ અમદાવાદ અને સુરતમાં તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
સમગ્ર દેશમાં વધતા કેસને લઈને ગુજરાતના સુરત અને અમદાવાદ મહાપાલિકાએ માર્ગો પરના ટેસ્ટીંગ સેન્ટર ફરી શરુ કરવા બાબતે નિર્ણય લીધો છે. અમદાવાદ મહાપાલિકાએ દરેક ઝોનમાં આ માટે તૈયારી કરવા અને જરૂરી સ્ટાફને નિયુક્ત કરવા માટે સૂચના આપી દીધી છે.
તાજેતરમાં મેગાસિટી અમદાવાદમાં જોધપુર ડી માર્ટ, પ્રહલાદનગર ચાર રસ્તા પાસે નવા ટેન્ટ ઉભા કરવાની કવાયત હાથ ધરાઈ છે,જેમાં આજે સાંજ સપુધી કોરોનાના ટેસ્ટ કરવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ જશે.
આ તૈયાર કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ કેન્દ્રો પર એન્ટીજેન ટેસ્ટ થશે અને જો વધુ જરુર જણાશે તો આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ જે તે વ્યક્તિને સીવીલમાં રીફર કરવામાં આવશે આ પ્રમાણે અમદાવાદમાં હાત તૈયારીઓ ચાલી રહી છે.તો બીજી તરફ સુરતમાં આજ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, સુરતમાં પણ ફરીથી ટેસ્ટિંગ તંબુઓ ઊભા કરવામાં આવી રહ્યા છે.
સાહિન-