ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે
- રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતની મુલાકાતે
- એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
- અનેક મહાનુભવો રહ્યા ઉપસ્થિત
અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચ્યા છે.. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ અને તેઓના ધર્મપત્નીનું સ્વાગત-સત્કાર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ કમલ દયાની, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય વાસ્તવે પણ ઉપસ્થિત રહીને કર્યા હતા.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનું પણ ઉદઘાટન કરશે. જો કે નવા બનેલા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં પ્રથમ વખત ભારત અને ઈંગલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે.