1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે અનેક ખેલના મહાકુંભ થશેઃ અમિત શાહ
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે અનેક ખેલના મહાકુંભ થશેઃ અમિત શાહ

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે અનેક ખેલના મહાકુંભ થશેઃ અમિત શાહ

0
Social Share

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે અમદાવાદ સ્પોર્ટ્સ સીટી બની રહ્યું હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓ અને કોચ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. તેમ અમિત શાહે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિ પૂજન અને નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે ભારતમાં રમત-ગમત માટે સુવર્ણ દિવસ છે. ગુજરાતના સુપુત્ર સરદાર પટેલના નામે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. જેમાં વિશ્વસ્તરના રમતોની સુવિધાઓ હશે. હવે ખેલાડીઓના કોચીંગ અને કોચના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું છે.

સ્પોર્ટ્સ સંકુલ 233 એકર જમીનમાં બનાવવામાં આવશે. જે દેશનું સૌથી મોટું સંકુલ હશે. તેમજ નારણુપુરામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. ઓલિમ્પિક સહિતના રમત માટે છ મહિનામાં અમદાવાદ તૈયાર થઈ જશે. હાલ અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બની રહ્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં ત્યારે તેમણે મંત્રી મંડળમાં કહ્યું કે, એક સ્પોર્ટસ અને સેનામાં ભરતી માટે કહેતા હતા. ત્યારથી બંનેની નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂઆત કરી હતી. આજે ગુજરાતના યુવાનો સેનામાં ભરતી થઈ રહ્યાં છે. તેમજ ખેલો ગુજરાતની શરૂઆત કરવામાં આવી હતી. તેઓ જીસીએ સાથે જોડાયાં હતા. જ્યારે સ્ટેડિયમ બનાવવાની વાત આવી ત્યારે મોટુ વિચારવા માટે તેમણે કહ્યું હતું. દુનિયાનું સૌથી મોટા સ્ટેડિયમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રાખવામાં આવ્યું છે.

સ્ટેડિયમ બનાવવા માટે જીસીએએ સફળ પ્રયાસ કર્યો છે. વિશ્વના એક પણ સ્ટેડિયમમાં 11 પીચ નથી. એક જ દિવસમાં બે મેચ પણ અહીં કરી શકાશે. વરસાદી પાણીના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા અને હાઈટેક મીડિયા રૂમ અહીં બનાવવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ સંકુલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર જીલ્લાની 600 જેટલી સ્કૂલોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે જોડવામાં આવશે. અઠવાડિયામાં એક દિવસ બાળક અહીં આવશે અને આખો દિવસ સ્પોર્ટ્સમાં ભાગ લઈને સાંજે ઘરે જશે. અઠવાડિયામાં એક જ દિવસે પીટીનો પીરિયડ રાખવામાં આવશે. આજથી સ્ટેડિયમમાં મેચની શરૂઆત થઈ રહી છે. પીંક બોલથી મેચ રમાશે. આ સ્ટેડિયમમાં કપિલ દેવ, સુનિલ ગાવસકર, સચિન તેન્ડુલકર, શ્રીકાંત, ચેતેશ્વર પુજારા સહિતના ખેલાડીઓએ રેકોર્ડ બનાવ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ સંકુલમાં 3 હજાર એપાર્ટમેન્ટ બનશે. જેમાં 12 હજાર બાળકો રહી શકશે. જેઓ અહીં એક સાથે કોચીંગ લઈ શકશે. એક શહેરને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સાથે જોડવામાં આવશે. શહેરના નારણપુરા વિસ્તારમાં 458 કરોડના ખર્ચે અન્ય સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code