શિયાળામાં ખાવી જોઈએ શેરડી – જાણો તેના સેવનથી થતા બીજા ઘણા ફાયદા
- શેરડીનો રસ આપે છે ઠંડક
- શેરડી શરીર માટે ગુણકારી
શેરડી ખાસ કરીને તેનો પાક શિયાળામાં આવે છે પરંતુ ઉનાળામાં ઠેર ઠેર શેરડીનો રસ વેચાતો હોય છે અને આપણે લોકો ગરમીથી બચવા શેરડીના રસનું સેવન કરતા હોઈએ છીએ,શેરડી અને તેનો રસ નાનાથી લઈને મોટા દરેક લોકોનો પ્રિય હોય છે, ગમે તેટલી ગરમીમાં બહાર ફરતા હોઈએ અને એક ગ્લાસ શેરડીનો રસ પી લઈએ તો આપણાને ઠંડક થાય છે.શેરડીમાં અનેકગુણો સમાયેલા હોય છે.શેરડીમાંથી બનતો ગોળ જે રીતે શિયાળામાં ગુણકારી માનવામાં આવે છે એજ રીતે શેરડી ખાવાના ઘણા લાભ છે
શેરડીમાં રહેલા ગુણો અને તેના સેવનના ફાયદા
- શેરડીમાં કેલ્શિયમ,પ્રોટીન, ફાઈબર, આર્યન, પોટેશીયમ, વિટામીન B, ઝિંક જેવા મિનરલ્સ અને વિટામીન સમાયેલા હોય છે જે આપણા શરી માટે ખૂબ જ ફાયદા કારક છે
- શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય હાર્ટને લગતી સમસ્યાઓમાંથી તે છૂટકારો આપે છે
- આ સાથે જ શેરડીના રસમાં સુક્રોઝ ગ્લુકોઝ હોવાથી શરીરમાં ભરપુર એનર્જી મળી રહે છે.
- આ સાથે જ શેરડીમાં કેલ્શિયમનું પ્રમાણ પમ હોય છે જે શરીરના હાડકાઓ મજબિત બનાવવામાં મદદ કરે છે
- શેરડીના સેવનથી શરીરમાં મોઈશ્ચર બનતા સ્કીન અને વાળને હેલ્થી રાખવામાં મદદરૂપ છે.
- આ સાથે જ શેરડીમાં આર્યન હોવાથી તે લોહીની કમી પુરી પાડે છે, શેરડીમાં એન્ટી કાર્સીનોજેનીક એલીમેન્ટ્સ હોય કેન્સર જેવી બીમારીઓથી બચાવવા મદદ કરે છે.
- શેરડીનું સેવન દાંતની તકલીફથી આપણાને બચાવે છે.
- આમ શેરડી અનેક રીતે આપણા શરીર માટે ગુણકારી છે
- શેરડીને દાંતથી ચાવીને ખાવાથી દાંત સફેદ અને મજબૂત બને છે કારણ કે તેમાં ફોસ્ફરસનું પ્રમાણ સમાયેલું હોય છે.
સાહિન-