1. Home
  2. ગુજરાતી
  3. હિમાચલ પ્રદેશના ચંબામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.4 ની તીવ્રતા
હિમાચલ પ્રદેશના ચંબામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.4 ની તીવ્રતા

હિમાચલ પ્રદેશના ચંબામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.4 ની તીવ્રતા

0
Social Share
  • હિમાચલ પ્રદેશમાં ધ્રુજી ઉઠી ધરા
  • વહેલી સવારે અનુભવાયા આંચકા
  • રિક્ટર સ્કેલ પર 2.4 ની તીવ્રતા

મનાલી: હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.4 રહી. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, આજે સવારે 3:55 વાગ્યે ધરતીકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. જો કે ભૂકંપના આ ઝટકાથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ પહેલા 19 ફેબ્રુઆરીએ પૂર્વી અફઘાનિસ્તાન અને રાજધાની કાબુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ આંચકાને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા ન હતા. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હ્યુમન અફેર્સ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે, ગુરુવારે રાત્રે લગભગ 10:50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 રહી હતી.

જમ્મુ-કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં 18 ફેબ્રુઆરીએ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. તેમાં જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારે 7.39 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 હતી.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code