1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

0
Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિતપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાયો હતો. ચૂંટણીપંચ દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલ, પુડુચરીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે અસમમાં 3 તબક્કામાં, તમિલનાડુ, કેરળ અને પુંડુચેરીમાં એક-એક તબક્કામાં મતદાન યોજાશે. તા. 2 મેના રોજ પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. પાંચ્યે રાજયોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા હવે આ રાજ્યોમાં આદર્શ આચારસહિંતા લાગુ પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તામિલનાડુ વિધાનસભાની 234, કેરળ વિધાનસભાની 140, પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294, આસામ વિધાનસભાની 126 અને પુડુચેરીની 30 વિધાનસભાની બેઠકો પર માર્ચ મહિનાથી ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે. પશ્ચિંમ બંગાળમાં 294 બેઠકો પર આઠ તબક્કામાં મતદાન યોજવામાં આવશે. પહેલા તબક્કાનું મતદાન તા. 27 માર્ચે, બીજા તબક્કાનું મતદાન તા. 1લી એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન તા. 6 એપ્રિલે, ચોથા તબક્કાનું મતદાન તા. 10 એપ્રિલ, પાંચમા તબક્કાનું મતદાન તા. 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું મતદાન તા. 22 એપ્રિલ, સાતમા તબક્કાનું મતદાન તા. 26 એપ્રિલ અને આઠમા તબક્કાનું મતદાન તા. 29 એપ્રિલે મતદાન યોજવામાં આવશે. આ ઉપરાંત આસામમાં 126 બેઠકો પર ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. તા. 27 માર્ચે પહેલા તબક્કાનું મતદાન, બીજા તબક્કાનું મતદાન તા. 1લી એપ્રિલે યોજાશે અને ત્રીજા તબક્કાનું મતદાન તા. 6 એપ્રિલે યોજાશે. કેરળ વિધાનસભાની કુલ 140 બેઠકો પર એક તબક્કામાં તા. 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે. આવી જ રીતે તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકો માટે એક જ તબક્કામાં તા. 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે. પુડુંચેરીમાં પણ વિધાનસભાની 30 બેઠકો ઉપર તા. 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે. આ રાજ્યોમાં 824 વિધાનસભા વિસ્તારમાં 18 કરોડથી વધારે મતદાતાઓ 2.7 લાખ બૂથ પર મતદાન કરશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી કરાવવામાં આવશે. મતદાતાઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામા આવશે. ચૂંટણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું અનિવાર્યપણે પાલન કરવામાં આવશે. તમામ ચૂંટણી અધિકારી કોરોના વોરિયર્સ છે. કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ ચૂંટણી અધિકારીઓને રસી આપવામાં આવશે તેમજ મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે. ચૂંટણી દરમિયાન નિયમોનું પાલન ચાલુ રહેશે. ઘર-ઘર ચૂંટણી પ્રચાર માટે 5 લોકોને સાથે લઈ જવાની મંજૂરી રહેશે. નામાંકનની પ્રક્રિયા પણ ઓનલાઈન થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code