સરકારે ઈન્ટરનેશનલ વિમાન સેવા પરનો પ્રતિબંધ લંબાવ્યો – હવે 31 માર્ચ સુધી નહી ઉડે ફ્લાઈટ્સ
- ફ્લાઈટ સેવા પરનો પર્તિબંધ લંબાવાયો
- 31 માર્ચ સુધી પ્રતિબંધ યથાવત
દિલ્હીઃ સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, જેને લઈને અનેક સેવાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યા હતા, બહારથી આવતા યાત્રીઓ માટે ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગાવાયો હતો જેથી કરીને કોરોનાનુ સંક્રણ વધે નહી,ત્યારે હવે આ પ્રતિબંધની સમય મનર્યાદા ફરી એક વખત લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેશની સરકારે ઈન્ટરનેશનલ વિમાન સેવા પર 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મૂ્ક્યો હતો જે હવે 31 માર્ચ સુધી યથાવત રહેશે, આ સાથે જ ડીજીસીએ એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે,જો કે પસંદગીના માર્ગો પર સક્ષમ અધિકારી દ્વારા કેસ-ટુ-કેસ આધારે આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ફ્લાઇટ્સને પરવાનગી આપવામાં આવી શકે છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને વિશિષ્ટ પરવાનગી સાથેની ફ્લાઇટ્સ પર લાગુ કરવામાં આવશે નહી.
જો કે કોરનાકાળમાં પણ , વંદે ભારત અભિયાન અને એર બબલ સિસ્ટમ હેઠળ, અનેક મહત્વની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મે મહિનાથી કેટલાક દેશોમાં સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભારતે અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિતના 27 દેશો સાથે એર બબલ કરાર કર્યો છે.
સાહિન-