આજે સંત રવિદાસની 644મી જન્મ જયંતિ – વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
- સંત રવિદાસની 644મી જમ્ન જયંતિ
- પીએમ મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી
દિલ્હી -પૂર્ણિમા એટલે કે આ તિથિએ સંત રવિદાસની જયંતિ ઊજવવામાં આવે છે. રવિદાસજીના વિચારો આજની સદીમાં પણ પ્રેરણા આપનારા છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ સુફી કવિ અને સંત રવિદાસને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમની જન્મજયંતિ રવિદાસ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. સંત રવિદાસની ગણના મહાન સંતો થાય છે. તેઓ ખૂબ જ સરળ હૃદયના હતા અને વિશ્વના આડંબરોનો ત્યાગ કરીને હ્દયની પવિત્રતા અંગે વિશ્વપર પોતાની એલગ જ છાપ છોડી છે
संत रविदास जी ने सदियों पहले समानता, सद्भावना और करुणा पर जो संदेश दिए, वे देशवासियों को युगों-युगों तक प्रेरित करने वाले हैं। उनकी जयंती पर उन्हें मेरा सादर नमन। pic.twitter.com/uSKRh9AhgH
— Narendra Modi (@narendramodi) February 27, 2021
સંત રવિદાસને શ્રદ્ધાંજલિ આપતાં દેશના વડા પ્રધાન મોદીએ શનિવારે ટિ્વટ કર્યું હતું અને લખ્યું હતું કે, સંત રવિદાસજી એ સદીઓ પહેલા સમાનતા, સદભાવ અને કરુણા અંગેના જે સંદેશા આપ્યા ,તે દેશવાસીઓને યુગો સુદી પ્રેરણા આપનારા છે. તેમની જન્મજયંતિ પર મારા તેમને સાદર નમન.
સંત રવિદાસ 15 થી 16 મી સદી દરમિયાન થયેલા ભક્તિ આંદોલનથી સંબધ ધરાવે છે,ચાલ્યો હતો અને તેમના ભજનો ગુરુ ગ્રંથ સાહિબમાં સામેલ કરાયા છે. તેઓ 21 મી સદીના રવિદાસિયા ધર્મના સ્થાપક માનવામાં આવે છે. રવિદાસ જયંતી માઘ પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે, જે હિન્દુ કેલેન્ડર મુજબ માધ મહિનાની પૂર્ણિમા છે.
સાહિન-