મહારાષ્ટ્રઃ- ચાલુ નૌકાવિહારમાં પિતા પુત્રને સેલ્ફી લેવું ભારે પડ્યું – પાણીમાં ડૂબતા બન્નેના મોત
- મહારાષ્ટ્રમાંમ નૌકા વિહારમાં સેલ્ફી લેતા પિતા પુત્રનું મોત
- ચાલુ નૌકા વિહારમાં નાવડી પાણીમાં ડૂબી
દિલ્હી – આજકાલ લોકો સેલ્ફી મામલે ઘણા શોખીન બન્યા છે સેલ્ફી લેવામાં લોકો એટલા ક્રેઝી બને છે કે મોત વ્હાલું કરી દે છે, ત્યારે ફરી આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બનવા પામી છે.
મહારાષ્ટ્રમાં સોલાપુર જીલ્લામાં લાચુ નૌકાવિહારે સેલ્ફી લેવાના ચક્કરમાં નાવડી પલટી મારી હતી , આ દરમિયાન 39 વર્ષિય પિતા અને તેમના પુત્રએ પાણીમાં ડૂબતા મોતને વ્હાલું કર્યું હતું.
પોલીસે સોમવારના રોજ આ વ્યક્તિ પોતાની પત્ની, પુત્ર, પુત્રી અને બે મિત્રો સાથે કરમાલા ક્ષેત્ર હેઠળ વાંગી વિસ્તારમાં ઉજાની પાસે અક નાની નદીમાં રવિવારના રોજ સાંજે નૌકા વિહાર કરવા ગયા હતા, જ્યા આ ઘટના બનવા પામી છે.
સોલાપુરના પોલિસે આપેલી માહિતી નોકાવિહાર દરમિયાન પ્રમાણે એક વ્યક્તિ સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે નાવડીનું સમતુલન ગુમાવતા નાવડી પલટી મારી હતી અને નાવડીમાં સવાર 6 લોકો પાણીમાં ડૂબ્યા હતા જેમાં 39 વર્ષિય પિતા અને 13 વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું.
સાહિન-