સૌરાષ્ટ્રમાં ઉનાળો રહી શકે છે વધારે ગરમ, રાજકોટમાં સૌથી વધારે ગરમી પડવાની સંભાવના
- ઉનાળાના આકરા દિવસો માટે રહેજો તૈયાર
- ભીષણ ગરમી અંગ દઝાડી દેવાની છે
- ગરમીથી બચવા ઉપાય કરી લેજો
આજથી માર્ચ મહિનાની શરૂઆત થઇ ચુકી છે. અને માર્ચના આગમન સાથે જ ભીષણ ગરમીએ લૂની સીઝન પણ શરૂ થવાની છે. ત્યારે ગરમી અને તાપથી બચવા માટે ઉપાયો શરૂ કરી દેવા એ જ સૌથી મોટું કામ બની રહેશે.
ભીષણ ગરમી નો દોર શરૂ થઇ ગયો છે. ગરમીએ હવે તોબા પોકારવાનું શરૂ કરાવ્યું છે. ગરમીના આકરા દિવસોની શરૂઆત થતા જ લોકોને પણ હવે અકળામણ થવા લાગી છે.ગરમીથી બચવા માટે બને ત્યાં સુધી તડકામાં જવાનું ટાળવું જોઈએ. સત્તત પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો પડશે.ગરમીથી બચવા માટે કુદરતી પીણા જેમાં શેરડીના રસ,નાળિયેર પાણી,લીંબુ શરબત વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.તો ગરમીથી બચવા માટે બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઘરની કે ઓફિસની બહાર ન નીકળો એ સૌથી મોટો બચાવ બની રહેવાનો છે.
ગરમી અને લૂ થી બચવાના ઉપાય તો ઘણા છે, પરંતુ જો ગરમી લાગે તો શું કરવું એ પણ જાણવું જરૂરી છે.ગરમી કે લૂ લાગે તો સૌથી પહેલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. શરીરને ઠંડુ રાખવા માટે માટલાના પાણીનો જ પીવામાં ઉપયોગ કરવો જોઈએ.તો માથું અને આંખો ઢંકાઈ તેમ ટોપી અને ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ.એટલું જ નહિ ગરમીથી બચવા માટે સુતરાવ અને કોટનના કપડાનો ઉપયોગ કરવો. જો ગરમી લાગે કે માથું પકડાઈ જાય તો નજીકના તબીબોનો તાત્કાલિક સંપર્ક કરવો. જેથી લૂ લાગવા સમયે તાત્કાલિક સારવાર મળી શકે .આમ સાવધાની જ સૌથી મોટો ઈલાજ માનવામાં આવે છે.
-દેવાંશી