કોરોનાકાળામાં 87 હજારથી વધારે ગુજરાતીઓને પરત લવાયા હતા
અમદાવાદઃ ગત માર્ચ મહિનામાં કોરોના મહામારીને પગલે ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેથી અનેક શ્રમજીવીઓ વિવિધ રાજ્યોમાં ફસાયાં હતા. જો કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ફસાયેલા શ્રમજીવીઓને તેમના વતન મોકલી આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય રાજ્યો અને શહેરોમાં ફરાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે કવાયત કરવામાં આવી હતી. દરમિયાન કોરોનાકાળામાં ફસાયેલા 87 હજાર ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યાં હતા.
કોરોનાકાળમાં અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયાં હતા. આ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં ફસાયેલા શ્રમજીવીઓને જીવન જરૂરી સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી.
શ્રમજીવીઓને વતન પહોંચાડવા માટે સરકાર દ્વારા વિશેષ ટ્રેન દોડવવામાં આવી હતી. જેથી શ્રમજીવીઓને તેમના વતન પહોંચાડવા માટે ગુજરાત સરકારે વિશેષ આયોજન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ 67 લાખ 38 હજાર પરિવારોને લોકડાઉન વખતે 1 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જે બેંક ખાતામાં સીધા જમા કરાવ્યા હતા.