એક્ટર સોનુ સૂદ હવે બ્લડ બેંક એપ્લિકેશનની શરુઆત કરશે – કહ્યું, ‘તમારી 20 મિનિટ કોઈને જીવન દાન આપી શકે છે’
- સોનુ સૂદ બ્લડ બેંક એપ શરકુ કરશે
- આ એપ થકી અનેક લોકોને બ્લડ મળી રહેશે
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોના મહામારી દરમિયાનથી જ માનવ સેવા હીરો તરીકે ઉભરી આવ્યા છે. લોકડાઉનમાં શ્રમિકોને પોતાના વતન મોકલવાથી લઈને અનેક સામાજિક કાર્યો કરવામાં હંમેશા મોખરે રહ્યો છે.
એક અંદાજ પ્રમાણે આમ દર વર્ષે ૧૨ હજાર દર્દીઓ લોહીની તંગીના લીઘે જીવ ગુમાવે છે,આ ઍપના માધ્યમથી લોકોને સજાગ કરીને એ મેસેજ પહોંચે છે કે તમારી ૨૦ મિનિટ કોઈનો જીવ બચાવી નવું જીવન દાન આપી શકે છે.
ત્યારે હવે બ્લડની કમીને દૂર કરવા માટે અને લોકોને જીવનદાન મળી રહે તે માટે એક્ટર સોનુ સૂદ એ બ્લડ એપની શરુાત કરી કરવા જઈ રહ્યા છે,આ ઍપના માધ્યમથી જે લોકોને બ્લડની જરૂર હશે તેની મદદ કરવા તેના પાસે પહોંચી શકાશે.આ એપ દ્રારા બ્લડ ડોનેટ કરનાર બ્લડની જરુર હોય તેવા વ્યક્તિ સુધી સમયસર પહોંચીને તેને નવું જીવનદાન આપી શકશે, આ ઍપનું નામ ‘સોનુ ફૉર યુ’ રાખવામાં આવ્યું છે.
આ મામલે પોતે સોનૂએ માહિતી આપી હતી અને વધુમામં કહ્યું હતું કે, ‘સોનુ ફૉર યુનો વિચાર મારો અને મારા મિત્ર જૉન્સનનો છે. જ્યારે પણ કોઈને તાત્કાલિક બ્લડની જરુર તો તે વાતને અમે સોશ્યલ મીડિયામાં શૅર કરીએ છીએ. અને ્મને સારો એવો લોકો તરફથી પ્રતિસાદ પણ મળે છે.
કોઈ પણ વ્યક્તિને બ્લડ ગૃપ શોધનારા વ્યક્તિને શઓધતા ઘણો સમય લાગે છે ત્યારે હવે આ એપ નથી તે સરળ બનશે,આ ઍપના માધ્યમથી અમે લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે તમારી ૨૦ મિનિટ કોઈનો જીવ બચાવી શકે છે.’આ એપ થકી હવે બ્લડ મેળવવું સરળ બની રહેશે
સાહિન-