1. Home
  2. ગુજરાતી
  3. મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ થશે ગાર્ડિયન એપ, આ રીતે થશે સુરક્ષા
મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ થશે ગાર્ડિયન એપ, આ રીતે થશે સુરક્ષા

મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ થશે ગાર્ડિયન એપ, આ રીતે થશે સુરક્ષા

0
Social Share
  • હવે ટ્રૂકોલર GUARDIAN કરીને એપ લાવી રહ્યું છે
  • આ એપને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બનાવાઇ છે
  • GUARDIAN એપની મદદથી ALWAYS SHARE લોકેશન સિલેક્ટ કરીને તમે આ એપ સાથે હંમેશા લોકેશન શેર કરી શકો છો

નવી દિલ્હી: તમે TRUECALLER એપ વિશે તો જાણતા જ હશો. આ એપ્લિકેશનની મદદથી તમે કોલ કરનાર વ્યક્તિના નામ સહિતની વિગતો મેળવી શકો છો અને હવે આ જ કંપની એક નવી એપ GUARDIAN લઇને આવી રહ્યું છે. ટ્રૂકોલર અનુસાર આ એપને 15 મહિનામાં સ્ટોકહોમ તેમજ ભારતની ટીમે મળીને બનાવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ એપ્લિકેશન મહિલા સુરક્ષાને લઇને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. ટ્રૂકોલરના સહ-સ્થાપક તેમજ CEO એલેન મામેદીએ કહ્યું છે કે, પર્સનલ સેફ્ટી તેમજ લોકેશન શેરિંગના અનેક એપ્લિકેશ માર્કેટમાં છે. પંરતુ આ એપ્સમાં GUARDIAN એપ જેવી ખાસિયત નથી. ચાલો આ એપ્લિકેશનના ફીચર વિશે જાણીએ.

GUARDIAN એપની મદદથી ALWAYS SHARE લોકેશન સિલેક્ટ કરીને તમે આ એપ સાથે હંમેશા લોકેશન શેર કરી શકો છો. જ્યારે તમે કોઇ જગ્યાએ જઇ રહ્યાં છો ત્યારે જ લોકેશન શેર કરવાનું ઓપશન પણ આ એપમમાં મળી રહ્યું છે. ઇમરજન્સી પડવાના કિસ્સામાં પણ લોકેશન શેરિંગનું ઓપ્શન મળે છે. લોકેશન શેરિંગ સાથે તમારા મોબાઇલની બેટરી અને નેટવર્કનું સ્ટેટસ પણ તમારા મિત્રને મોકલી શકો છો. જેથી તેઓ સમજી શકે કે ફોન ક્યાં સુધી ચાલશે. આ સિવાય કંપની આગામી સમયમાં ઈમરજન્સીના સ્થાને લોકલ ઓછોરિટીને સાવચેત કરવાનું પણ કામ કરશે.

જો તમે ટ્રુકોલરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તે IDની મદદથી જ GUARDIAN એપ્લીકેશનમાં લોગ ઈન કરી શકશો. જો તમે ટ્રુકોલરનો ઉપયોગ નથી કરી રહ્યાં તો તમે તમારા મોબાઈલ નંબરથી વેરિફિકેશન બાદ લોગ ઈન કરી શકો છો. મિસ્ડ કોલ આપીને પણ તમે OTP મેળવી શકો છો. આ એપ્લીકેશનને યુઝ કરવા માટે તમારે ફોનનું લોકેશન, કોન્ટેક્ટસ અને ફોનની પરમિશન આપવી પડશે. આ એપ્લીકેશનનો યુઝર ઈન્ટરફેસ બહું સરળ છે. ગાર્ડિયન લીસ્ટમાં તમે ઈચ્છો તેટલા લોકો સાથે લોકેશન શેર કરી શકો છો. તેમજ જ્યારે ઈચ્છો ત્યારે લોકેશન શેર કરવાનું બંધ પણ કરી શકો છો.

કંપનીએ કહ્યું છે કે ભલે તમે લોકેશન શેર કરી રહ્યા છો, પરંતુ આ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. કંપનીએ એ પણ દાવો કર્યો છે કે આ એપ્લીકેશનથી સ્માર્ટફોનની બેટરી બહું યુઝ નહીં થાય. આ એપ્લીકેશનમાં એક ઈમરજન્સી બટન પણ આપવામાં આવ્યું છે, જેને ટેપ કરીને તમે ગાર્ડિયન્સને નોટિફાઈ કરી શકો છો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code