1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અયોધ્યામાં રામલલાના દર્શન વધુ સરળ બનશે, બની રહ્યું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
અયોધ્યામાં રામલલાના દર્શન વધુ સરળ બનશે, બની રહ્યું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

અયોધ્યામાં રામલલાના દર્શન વધુ સરળ બનશે, બની રહ્યું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

0
Social Share
  • હાલમાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે
  • બીજી તરફ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથકની કામગીરી ચાલી રહી છે
  • આગામી વર્ષે ઉડ્ડયન સેવા પણ ચાલુ થઇ જવાની સંભાવના

નવી દિલ્હી: હાલમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે 44 દિવસના રામમંદિર નિધિ સમર્પણ કાર્યક્રમ દ્વારા મોટું ભંડોળ પણ એકત્રિત કરવામાં આવ્યું છે. બીજી તરફ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથકની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે.

આ અંગે ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારના એક અધિકારીના હાવલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ એરપોર્ટની કામગીરી શરૂ કરી દેવાઇ છે. જેથી આગામી વર્ષ સુધીમાં ઉડ્ડયન સેવા પણ ચાલુ થઇ જવાની સંભાવના છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પીએમ મોદીએ ફેબ્રુઆરી 2020માં રામમંદિરના નિર્માણની દેખરેખ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રની જાહેરાત કરી હતી. જે બાદ 5 ઓગસ્ટ, 2020ના રોજ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું.

આગામી નાણાંકીય વર્ષ 2020-21માં એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે 100 મિલિયન રૂપિયાની જોગવાઈ કરી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે 250 કરોડ રૂપિયા આપ્યા છે. તેમજ રાજ્ય સરકારે અયોધ્યામાં એરપોર્ટ બનાવવા માટે 1000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહીં રાજ્ય સરકારે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ માટે અયોધ્યામાં 555.66 એકર જમીન ખરીદવા માટે કુલ 1001 કરોડ 77 લાખ રૂપિયાની મંજૂરી આપી છે.

આપને જણાવી દઇએ કે એરપોર્ટના વિકાસ માટે અત્યારસુધીમાં 377 એકર જમીન એરપોર્ટ ઓથોરિટીની ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકારે 4 ઑક્ટોબર, 2018ના રોજ ભારતીય સરકારની ક્ષેત્રીય કનેક્ટિવિટી યોજના અંતર્ગત અયોધ્યાન-હિંડન હવાઇ માર્ગ માટે અયોધ્યા હવાઇ પટ્ટીનું ચયન કર્યું છે.

નોંધીય છે કે, 6 નવેમ્બર 2018ના રોજ યોગી આદિત્યનાથે A 320 અને B 737 જેવા મોટા વિમાનો માટે રનવે અને ટર્મિનલ ભવનના નિર્માણ માટે અયોધ્યામાં હવાઈ પટ્ટીના નિર્માણની જાહેરાત કરી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code