હવે પ્રધ્યાપકોને મળશે સાતમાં પગાર પંચનો લાભ – શિક્ષણમંત્રી
અમદાવાદ – રાજ્યમાં ઘણા લાંબા સમયથી સાતમાં પગાર પંચની વાત ચાલી રહી હતી, સતત સરકારી કર્મચારીઓ દ્વારા આ પગાર પંચને લઈને અનેક ભલામણો કરવામાં આવતી હતી. જેને લઈને હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફને હવે સાતમાં પગરાપંચનો લાભ મળે તેવા શક્યતાઓ પુરેપુરી સેવાઈ રહી છે.
આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ રાજ્યનાં યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે મોટી ઘોષણા કરી છે, તેમણે જાહેરત કરીને જણાવ્યું હતું કે, યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફને હવે સાતમાં પગરાપંચનો લાભ આપવામાં આવશે
તેમણે કહ્યું હતું કે ,એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા હાલ સાતમાં પગારપંચનો લાભ અપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઉલ્લેખનીય છે કે આ મામલે અનેક આંદોલનો થયો હતો અને સતત પગારપંચનો લાભ આપવાની વાત કર્મચારીઓ થકી સરકારને રજુઆત કરવામાં આવી રહી હતી.