ટીએમસીની ફરિયાદ પર ચૂંટણી પંચે વેકસીન સર્ટિફિકેટ પરથી મોદીનો ફોટો હટાવવા આપ્યા આદેશ- સૂત્ર
- વેકસીન સર્ટિફિકેટ પરથી મોદીનો ફોટો હટાવવા આપ્યા આદેશ
- ટીએમસીની ફરિયાદ ઉપરથી પીએમનો ફોટો હટાવવાના આદેશ
- 26 ફેબ્રુઆરીથી આદર્શ આચારસંહિતા થશે લાગુ
દિલ્લી: ચૂંટણી પંચે તે રાજ્યોમાંથી વેક્સીન સર્ટીફીકેટ ઉપરથી પીએમ મોદીનો ફોટો હટાવવાનો આદેશ આપ્યો છે.જ્યાં આગામી કેટલાક સપ્તાહમાં ચૂંટણી યોજાવાની છે. સૂત્રોએ આ માહિતી આપી છે. સુત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચ મુજબ, જે રાજ્યોમાં આચારસંહિતા લાગુ છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કોવિડ વેક્સીન પર નહીં કરી શકાઈ. તૃણમૂલ કોંગ્રેસએ આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે આરોગ્ય મંત્રાલયને પત્ર અને ભાવનાથી ચૂંટણીના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે આચારસંહિતાની કેટલીક જોગવાઈઓ ટાંકવામાં આવી છે, જેમાં સરકારી ખર્ચ પર જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચ અને મંત્રાલય વચ્ચેના સંદેશાવ્યવહાર અંગે જાગૃત સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિત્વનો હવાલો આપ્યો નથી,પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર અને ભાવનાથી આચારસંહિતાની જોગવાઈઓનું પાલન કરવાનું કહ્યું છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય મંત્રાલયે કદાચ હવે ફિલ્ટરનો ઉપયોગ કરવો પડશે, જેથી પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં કોવિડ -19 વેક્સીનેશન સર્ટીફીકેટ પર વડાપ્રધાનનો ફોટો છાપવામાં ન આવે. સિસ્ટમમાં આ ફિલ્ટરને અપલોડ કરવામાં સમય લાગશે.
પશ્ચિમ બંગાળમાં શાસક ટીએમસીએ ચૂંટણી પંચને સુપરત કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, પશ્ચિમ બંગાળ અને અન્ય ચૂંટણી રાજ્યોમાં કો વિન પ્લેટફોર્મ દ્વારા મેળવવામાં આવેલા કોવિડ -19 વેક્સીનેશન સર્ટીફીકેટ પર વડાપ્રધાન મોદીનો ફોટો હોવું આદર્શ આચાર સહિતાનું ઉલ્લંઘન છે. પાર્ટીએ આ તસવીરને વડાપ્રધાન દ્વારા સત્તાનો દુરુપયોગ ગણાવી છે. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી 26 ફેબ્રુઆરીથી આદર્શ આચારસંહિતા લાગુ થશે.
-દેવાંશી