વિશ્વની 100 વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIM અમદાવાદનો સમાવેશ
અમદાવાદઃ બ્રિટિશ એનાલિસિસ એજન્સી ક્વેક્વેર્લી સાયમન્ડ્સના 100 વર્લ્ડક્લાસ યુનિવર્સિટીના રેન્કિંગમાં ભારતના ૧૨ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થયો હતો. આ યાદીમાં અમદાવાદની આઈઆઈએમનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત ઈઆઈટી બોમ્બે-દિલ્હી-મદ્રાસ-ખડગપુર-ગુવાહાટી ઉપરાંત આઈઆઈએમ બેંગ્લુરુ, સમાવેશ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટિશ એજ્યુકેશન એનાલિસિસ એજન્સી ક્વેકવેર્લી સાયમન્ડ્સે 100ટોચની યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી હતી. વિશ્વભરની શિક્ષણ સંસ્થાઓના આ લિસ્ટમાં કેમ્બ્રિજ, એમઆઈટી, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ વગેરેનો ટોપ-10માં સમાવેશ કરાયો હતો. એશિયામાં સિંગાપોરની યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભારતની 12 યુનિવર્સિટીને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
આ યાદીમાં આઈઆઈટી-મુંબઈ, આઈઆઈટી–મદ્રાસ, આઈઆઈટી–ખડગપુર, આઈઆઈટી–ગુવાહાટી, આઈઆઈટી-દિલ્હી, આઈઆઈએમ–બેંગ્લુરુ, આઈઆઈએમ–અમદાવાદ, અન્ના યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, ઓપી જિંદાલ યુનિવર્સિટી અ
આઈઆઈએસસી-બેંગ્લુરુનો સમાવેશ થયો છે.